Gujarat Politics Social Media News

ભાજપના નેતાની બિભત્સ ઓડિયો કલીપો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં આવી રહ્યો છે ત્યારે મતદાનના ગણતરીના દિવસો પહેલા જ ભાજપના એક નેતા ની અભદ્ર ઓડિયો ક્લિપ બહાર આવતા ગુજરાતના રાજકારણમાં એકવાર પુનઃ ખળભળાટ મચી ગયો હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે આ ઓડિયો ક્લિપથી કદાચ ભાજપને મોટું નુકસાન પણ થઈ શકે છે તેઓ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

કચ્છ ભાજપના અગાઉના 6 સેક્સ કાંડને ભૂલાવી દે એવી ભાજપના એક નેતા ની પ્રેમાલાપની કેટલીક વાંધાજનક ઓડિયો કલીપ બહાર આવી છે. એક મહિલાની જાસૂસી અમિત શાહે કરી ત્યાર બાદ, નલિયા ભાજપ બળાત્કાર કેસ, છબીલ પટેલ સેક્સ કાંડ, જયંતી ભાનુશાળી સેક્સ કાંડ, મનીષા સેક્સ કાંડ, સુરતની યુવતી સાથે સેક્સ કાંડ જેવી અગાઉ 6 સેક્સ કાંડ થયા બાદ ફરી એક ભાજપના નવા જ નેતાનું નામ આવા સેક્સ કાંડમાં બહાર આવ્યું છે. કચ્છમાં આ 6 સેક્સ બોંબથી પણ વધું ખતરનાક બોંબ આ ઓડિયો ક્લીપ છે. જે ભાજપની મહિલા  કાર્યકર પણ હોવાનું ઓડિયો પરથી અનુમાન લગાવાય છે.

આ ઓડિયો ક્લીપમાં ખૂબજ અશ્લીલ ભાષાનો પ્રયોગ થયો છે. જે કલ્ચર કોંગ્રેસ પાસે સત્તાના 22 વર્ષમાં આવેલું તેનાથી પણ વધું ખતરનાક કલ્ચર ભાજપમાં આવી ગયું હોવાની આ ઓડિયો ક્લીપ સાંભળનાર કલ્પી શકે છે. જેમાં ગંદી ગાળો છે. સેક્સ સબંધી વાતો છે.ભાજપના ધારાસભ્યની બે પ્રેમિકાઓના ઝઘડાના કારણે આ ઓડિયો બહાર આવી હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી સમયે આ ઓડિયો જાહેર કરીને કચ્છ ભાજપનું પોલીટીકલ એન્કાઉન્ટર થઈ ગયું હોય એવું લાગે છે. કચ્છમાં એવું કહેવાય છે કે, આ ભાજપનાં નેતાને ઘણી જગ્યાએ ચૂલા છે.

ભાજપના નેતાની માનસિકતા કેટલી ચરિત્રહિન છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે.જો કે આ કલીપ સાંભળનાર ને થોડો સમય તો એવો પણ વિચાર આવી જાય કે શુ જાહેરમાં સંસ્કારી પાર્ટી ની ડંફાસો મારનાર પાર્ટી ભાજપનાં નેતા આટલા ચરિત્રહિન હશે? આ ઓડિયો કલીપ સાંભળી દરેક દિકરી નો બાપ એની દિકરી ને ભાજપનાં કાર્યક્રમમાં મોકલતા 100 વાર વિચારે એ સ્વાભાવિક છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કચ્છ ની મહિલાઓનું શારીરિક શોષણ કરતા આવ્યા છે. જેથી કચ્છ બદનામ થયું છે. ખારેક અને ઘઉં જેવા કોડવર્ડથી મહિલાઓથી સેક્સ સબંધ બનાવેલા છે જે ભૂતકાળના ઓડીઓ ક્લિપમાં બહાર આવી છે.

ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીના મોબાઈલમાં સેક્સ અંગેની વિડિયો હતી જે મોબાઈલ ગુમ છે. જો તે વિડિયો ક્લિપ બહાર આવી હોત તો ગુજરાતમાં રાજકીય બોમ્બ વિસ્ફોટ થઈ જાત.ધારાસભ્ય તરીકે સોંગદ લીધેલ વ્યક્તિઓ જ જો ચરિત્રહીન કામ કરે તો કચ્છની બેટીઓને બચાવશે કોણ?