ભાજપ નેતૃત્વવાળી સુરત મહાનગર પાલિકા બન્યું કૌભાંડોનું કારખાનું : મેયરના મૌન સામે સુરતીઓમાં રોષ

0
2062

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : નગરપાલિકાની ચૂંટણીના પડઘમ હવે જોરશોરથી વાગી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકામાં આવનાર સમયમાં સમિકરણો બદલાવવાની ચર્ચાઓ ભારે તેજ બની છે. જ્યાંથી જગદીશ પટેલ નગર પાલિકાના મેયર બન્યા છે ત્યારથી સુરત મહાનગરપાલિકા સતત વિવાદમાં રહી છે એટલું જ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા જનતા સાથે કરવામાં આવતું વર્તન પણ સતત વિવાદાસ્પદ બન્યું છે જેને લઇને નગરજનોમાં મેયર અને ભાજપ શાસિત પાલિકા સામે ભારે આક્રોશ ની લાગણી જન્મી છે.

સોશ્યલ મીડિયામાં આક્રોશ…..

સુરતના મેયર જગદીશ પટેલના નેતૃત્વમાં પાલિકા કૌભાંડોની હારમાળા…….ભ્રષ્ટાચાર એ જ વિકાસ ? 

35 કરોડનું ખીચડી કૌભાંડ
8 કરોડનું સ્મશાન કૌભાંડ
10 કરોડનું પતરા કૌભાંડ
2 કરોડનું કચરાપેટી કૌભાંડ
5 કરોડનું ઈન્જેક્શન કૌભાંડ
15 લાખનું આઈફોન કૌભાંડ
10 કરોડનું અનાજ કૌભાંડ
3.47 કરોડનું કૂતરા પકડવાનું કૌભાંડ….આ સિવાય પણ મેયર જગદીશ પટેલના શાસનમાં અન્ય નાના મોટા કૌભાંડ થયા છે.

તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં 15 વર્ષના નાનકડા બાળકને પાલિકાના બેરહેમ અધિકારીઓએ ૪૦૦ રૂપિયાનો દંડ ફટકારીને સંવેદનાહિન સરકારનો અહેસાસ કરાવી દીધો હતો. ત્યારે સુરતમાં હવે આગામી સમયમાં પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પલ્લું ખૂબ જ ભારે બનતું જાય છે જેને લઇને રૂપાણી સરકાર ના પાયા પણ હવે ડગમગવા લાગ્યા છે. સુરત મહાનગરપાલિકાએ ભાજપ શાસિત છે પરંતુ આ મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચારને લઇને ભાજપને બદનામ કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી જેમાં મેયર જગદીશ પટેલ એના મુખ્ય કેન્દ્રબિંદુ માં રહ્યા છે.

તક્ષશિલા અગ્નિ કાંડ થી લઈને આજદિન સુધીની અનેક એવી ઘટનાઓ છે જેમાં મેયર સહિતના શાસકો અને નગર પાલિકાના અધિકારીઓએ સુરતની જનતા સાથે કરેલા અમાનવીય વર્તનનો હવે આગામી ચૂંટણીમાં બેલેટ થી જવાબ આપવામાં આવે તો નવાઈ નહી. સુરત મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનો પર્યાય બની છે, ત્યારે આગામી સમયમાં સુરતીઓએ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવાનું મન બનાવી લીધું હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

અત્રે નોંધનીય છે કે રૂપાણી સરકારના અધિકારીઓ પર અંકુશ ન હોવાને કારણે અધિકારીઓ મન ફાવે તેમ નિયમો નો દુરુપયોગ કરીને જનતાને ત્રસ્ત કરતા હોય છે. જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ બાકાત રહ્યા નથી એટલું જ નહીં સુરતમાં પાલિકાના સત્તાધીશો કે કર્મચારીઓ દ્વારા કોઈપણ અઘટિત ઘટના બને ત્યારે મેયર પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરવામાં સૌથી માહિર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સુરતના મેયર જગદીશ પટેલ શરૂઆતથી જ વિવાદમાં રહ્યા છે ત્યારે હવે આગામી ચૂંટણીઓમાં તેમના નેતૃત્વ દ્વારા ઊભી થયેલી ભાજપની આ ખરાબ છાપ ને ભૂસવામાં ભાજપ કેટલે અંશે સફળ થશે એ તો આવનારો સમય જ બતાવશે.!!!