Gujarat Politics

સુરત અગ્નિકાંડ મુદ્દે ભાજપના જ સાંસદે ભાજ્પ શાસિત SMC ઉપર મુક્યો ગંભીર આક્ષેપ, જાણો શુ કહ્યુ ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : શનિવારે પાલિકામાં મળેલી સંકલન બેઠકમાં સમગ્ર દેશને હચમચાવી નાખનાર સરથાણા આગ દુર્ઘટનાના મુદ્દાને તંત્ર દ્વારા લોકમાનસ માંથી ડાયવર્ટ કરવાના હિન પ્રયાસો થયાં હોવાનો મુદ્દો શનિવારે પાલિકામાં મળેલી સંકલન બેઠકમાં ગાજ્યો હતો.જેમાં સાંસદ સી.આર.પાટીલે પાલિકાને આડે હાથ લઇ કહ્યું હતું કે, તક્ષશિલાની ઘટનામાં 22 નીર્દોષો જીવતા ભૂંજાઈ ગયાં એ માટે જવાબદાર કોણ?પોલીસે અધિકારીઓની ધરપકડ કરી, પરંતુ પાલિકાએ પોતાની રીતે કોઈ જવાબદારી કેમ નક્કી કરી નથી ?

આ ઉપરાંત સાંસદે એવો આક્ષેપ મુક્યો હતો કે, આખો મુદ્દો ડાયવર્ટ કરવા માટે શહેરમાં 6 લાખ ચોરસ ફૂટ ગેરકાયદેબાંધકામ તોડી નાંખવામાં આવ્યાં છે. આ તમામ તોડાયેલા ગેરકાયદે બાંધકામો જે-તે અધિકારીઓના સમયે બંધાયાં તેઓની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.સાંસદે જણાવ્યું હતું કે અત્યાર સુધી પાલિકાએ મૃતકોના પરિવારને સાંત્વના આપી નથી તેને બદલે અધિકારીઓને બચાવવા નીકળી પડ્યા છે.

વધુમાં સી.આર.પાટીલે જણાવ્યું કે, ગેરકાયદે બાંધકામમાં પહેલી નોટિસ આમંત્રણકાર્ડ જેવી હોય છે કે તમે આવીને મળી જાઓ. નોટિસ બાદ પણ બાંધકામો થવાં દીધાં હોય તો તે અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે તેના ધ્યાન પર હોવા છતાં બાંધકામ થવા દીધું. બીજી બાજુ ક્રાઇમ બ્રાન્ચે સવજી પાઘડાળનાં 10 દિવસનાં રિમાન્ડની માગણી ક્રાઇમ બ્રાન્ચે કરી હતી. જેની સામે જજે ત્રણદિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.પોલીસે જે દલીલો કરી છે તેમાં એક દલીલ એ છે કે તક્ષશિલા આર્કેડમાં ચોથા માળે બનાવેલા ગેરકાયદે સ્ટ્રક્ચરવાળા ડોમમાં મિલકતની માલિકી બાબતમાં અસલ દસ્તાવેજો બળીગયા હોવાની ખોટી હકીકત જણાવી સવજી પાઘડાળ અસલ દસ્તાવેજ સંબંધે હકીકત છૂપાવી રહ્યો છે.

આ ઉપરાંત ગેરકાયદે બાંધકામ કર્યું તેમાં જેટલી પણ વહીવટી પ્રક્રિયા કરવામાંઆવી છે તે તમામ પ્રક્રિયા સંદર્ભે સવજી પાઘડાળને જાણકારી છે. જેથી અન્ય કોની કોની સંડોવણી છે? એ નક્કી કરવા માટે પણ સવજી પાઘડાળની પોલીસ કસ્ટડી જરૂરી છે.
સોમવારે 7ની જામીન અરજી પર હુકમ
તક્ષશિલા કાંડમાં સંડોવાયેલાં સાત આરોપીઓની જામીન અરજી પર આજે શનિવારના રોજ મુદત હતી. જો કે, આજે હુકમ આવ્યો નહતો અને કોર્ટ દ્વારા આગામી સોમવારની મુદતપાડી હતી. હવે સંભવત: સોમવારના રોજ તેની પર હુકમ આવી શકે છે.