Election Gujarat Politics

ભાજપમાં ભડકો : ત્રણ પૂર્વ પ્રમુખો કોંગ્રેસમાં જોડાયા.જાણો હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક : હવે વિધાનસભાની જેમ નગરપાલિકાની ચૂંટણીઓ પણ રસપ્રદ અને રસાકસી વાળી બની રહી છે,જો કે આ ચૂંટણીઓ પણ જાણે ભાજપ – કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો દાવ બનતા તોડ-જોડની રાજનિતી શરૂ થઈ ગઈ છે.

તાજેતરમાં જ પોરબંદર જિલ્લાની છાંયા નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ ભાજપમાં ભડકો થયાના અહેવાલો બહાર આવ્યા છે. છાંયા નગરપાલિકાના ત્રણેય ભાજપના પૂર્વ પ્રમુખે ભાજપપક્ષમાંથી રાજીનામાની જાહેરાત કરીને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ સાંજે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાના નિવાસ સ્થાન ખાતે ત્રણેય પૂર્વ પ્રમુખો ભોજા કાના ખુંટી, સુરેશ થાનકી અને સુદેશ મંગેરા સહિત આગેવાનોનું ખેસ પહેરાવી મોઢવાડીયાએ વિધીવત કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો.

આ મુદે્ મોઢવાડીયએ જણાવ્યુ હતુ કે, આ તમામ આગેવાનોને હુ કોંગ્રેસમાં આવકારૂ છુ અને આશા છે કે, આ વખતે છાંયા નવસર્જનમાં તમામ લોકો સાથે મળીને કામ કરશે. તો કોંગ્રેસમાં જોડાયેલ તમામ આગેવનોએ એવુ જણાવ્યુ હતુ કે, જે રીતે ભાજપમાં હાલમા નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના થઈ રહી છે તેના કારણે તેઓએ પક્ષને છોડ્યો છે અને તામમ લોકોએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે છાંયા ન.પા.માં પ્રજા કોંગ્રેસનુ શાસન લાવશે