Editorial National Politics

2019 ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજ્પ સાંસદોની પત્નીઓ પાસે કરાવશે આ કામ,જે જાણીને તમે પણ ચોકી જશો

મો.ન્યુ.ફો.નેટવર્ક  :  2019 ની લોક સભાની ચૂંટણીઓ ના પડઘમ વાગી રહયા છે,ત્યારે રાજકીય પક્ષોએ પણ વિવિધ વ્યૂહ રચનાઓ ઘડવાની શરુઆત કરી દીધી છે. આ માટે ભાજપે ‘ કમલ સખી ‘ નામનો કાર્યક્રમ હાથ ધર્યો છે,જેને લઇ આ વખતે લોકો વચ્ચે પહોંચવા માટે ફક્ત કાર્યકર્તાઓ નહીં પણ સાંસદોની પત્નીઓને પણ મેદાનમાં ઉતારાશે. આ માટે સાંસદોની પત્નીઓને ખાસ પ્રકારની તાલીમ અપાઈ છે જેથી તેઓ લોકો વચ્ચે પક્ષના પ્રચાર સાથે સાથે પતિના રાજકીય કાર્યોમાં સહાયક પણ બનશે. આ માટે પક્ષે રીતસર બે દિવસની શિબિર યોજી હતી જેમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજે ભાગ લીધો હતો.

જો કે હાલ આ અંગે ઔપચારીક રીતે કોઈ નિર્ણય જાહેર કરવામાં નથી આવ્યો પરંતુ આ કાર્યક્રમનું એક લક્ષ્ય એ પણ હતું કે સાંસદોની પત્નીઓને રાજકરણની સમજ આવી તેમનામાં રહેલી રાજકીય સમજને પારખવામાં પણ આવે જેથી જરુર પડ્યે પક્ષના પ્રચાર અને પ્રસાર માટે તેમનો પણ ઉપયોગ કરી શકાય. બે દિવસના આ કાર્યક્રમમાં ફક્ત સાંસદોની પત્નીઓ જ નહીં મહિલા સાંસદોએ પણ ભાગ લીધો હતો.

આ કમલ સખી કાર્યક્રમ માં કુલ 100થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. ભાજપે આ કાર્યક્રમનો એજન્ડા સ્નેહમિલન જેવો જણાવ્યો હતો જોકે ભાજપના સૂત્રોએ ક્હ્યું કે આ કાર્યક્રમમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આ મહિલાઓને એ મંત્ર આપ્યો જેનાથી તે પોતાના સાંસદ પતિની મદદ કરી શકે. તેમને એ પણ કહેવામાં આવ્યું કે કઈ રીતે તેઓ ઘરમાં રહીને પોતાના સાંસદ પતિની રાજકીય કારકીર્દીમાં મદદરુપ બની શકે. જેમાં વૉટ્સએપ ગ્રુપ દ્વારા પોતના ક્ષેત્રની મહિલાઓ સાથે સીધો સંપર્ક કરી ઉજ્જવલા જેવી યોજનાઓનો ફાયદો મેળવી ચૂકેલ મહિલાઓ સાથે તેમનો સંપર્ક કરાવી જણાવો કે કઈ રીતે મોદી સરકાર મહિલાઓ માટે કામ કરી રહી છે.