Editorial Gujarat Politics

ગુજરાતના દિગજજ નેતાનો ખુલાસો, પરપ્રાંતીયો પરના હુમલાને લઈ CM રૂપાણીનું રાજીનામું લેવાનું ભાજપનું ષડયંત્ર

મો.ન્યુ.ફો.નેટવર્ક (સુના સો ચુના) : હિંમતનગરના ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ રાજ્યમાં પરપ્રાંતીયો વિરુદ્ધ હુમલાઓ શરૂ થયા હતા. આ ઘટના બાદ ઘણા ઉત્તર ભારતીયો ગુજરાત છોડીને પોતાના રાજ્ય પરત ફર્યા હતા. તો આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના પર પરપ્રાંતીયો પર હુમલો કરવાના આરોપો લાગ્યા હતા. જેને લઈ અલ્પેશ ઠાકોરે ઍક દિવસીય સદભાવના ઉપવાસ પણ કર્યા. અલ્પેશના ઉપવાસ સ્થળે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર આંકરા પ્રહારો કરતા જણાવેલ પર પ્રાંતીય પરના હુમલા ને લઈ ભાજપનું રૂપાણી સરકારનું રાજીનામું લેવાનું ષડયંત્ર છે.

પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને રાજ્યમાં સત્તાપરિવર્તનની આશંકા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, પહેલાં જાતિવાદની હોળીમાં આનંદીબેન હોમાયા.. હવે ગૌરવવંતા ગુજરાતમાં પ્રાંતવાદનો પલીતો ચાંપીને તમામ મોરચે નિષ્ફળ નિવડેલી અને રિમોટ કંટ્રોલથી ચાલતી રૂપાણી સરકારનું રાજીનામું લેવા માટે ઊપર બેઠેલા આકાઓએ ષડ્યંત્ર શું કામે રચ્યું છે..?

ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે, ભાજપ દ્વારા વિજય રૂપાણીને હટાવવાનું આ કાવતરુ છે. પરપ્રાંતીયો પર હુમલો કરીને રૂપાણી સરકારને હટાવવાની આ ભાજ્પ ની ચાલ હોવાનો ધાનાણી એ આરોપ મુક્યો છે. જો કે આ અગાઉ સરકારે પાટીદારો પર દંડા વરસાવીને આનંદીબહેનને દૂર કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારના શાસનમાં ગુજરાત મોડેલ અનેકવાર બદનામ થયુ છે.

ગુજરાતમાં 2002 ની સ્થિતી નું પુનરાવર્તન !!!

છેલ્લા અઠવાડીયાથી ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુજરાત ભાજપની છબિ ખરડાઇ રહી હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજધર્મ નિભાવવાની સૂચના આપી છે, પરંતુ વિજય રૂપાણીની કામગીરીથી નારાજ નરેન્દ્ર મોદી તેમનું રાજીનામું લેવા માગે છે.પરંતુ રૂપાણીના રાજીનામાંને મુદ્દે ફરી એકવાર 2002ના રાજધર્મ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપાણીનું રાજીનામું ઈચ્છે છે, જ્યારે અમિત શાહ રૂપાણીને સત્તા પર રાખવા માગે છે. આમ ગુજરાતમાં ઈતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું હોય તેવું ભાજપના નેતાઓ માની રહ્યા છે.

જેને પગલે પીએમ નરેન્દ્ર મોદી રૂપાણીનું રાજીનામું ઈચ્છી રહ્યા છે, પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રૂપાણીને બચાવી રહ્યા છે. તેથી ગુજરાતમાં સત્તા પરિવર્તન અંગેનો મુદ્દો વડાપ્રધાન અને ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ વચ્ચે અટવાઈ ગયો છે.

આજની આ સ્થિતિ 2002ના ગુજરાતના કોમી રમખાણો સમયે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમયે થઈ હતી, તેનું પુનરાવર્તન થઇ રહ્યું હોવાનું ભાજપના નેતાઓ માની રહ્યા છે, કેમકે 2002માં કોમી રમખાણો દરમિયાન તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાજધર્મ નિભાવવાની સાથે તેમને મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાટેનુ મન બનાવી લીધું હતું,

પરંતુ તત્કાલીન ગૃહમંત્રી અને તે સમયે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ નરેન્દ્ર મોદીના રાજીનામાં સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે નરેન્દ્ર મોદીની ખુરશી બચી ગઈ હતી. આજે ઇતિહાસે ફરી કરવટ બદલી છે અને હિસ્ટ્રી રિપિટ ઈટ સેલ્ફ જેવી સ્થિતિ સર્જાઈ છે. આમ આ પરિસ્થિતિનું ગુજરાતમાં ફરી એકવાર પુનરાવર્તન થઇ રહ્યું હોવાનું ભાજપના નેતાઓ માની રહ્યા છે કેમકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપાણીનું રાજીનામું ઈચ્છે છે, જ્યારે અમિત શાહ રૂપાણીને સત્તા પર રાખવા ઈચ્છે છે.