Editorial Gujarat Politics

મુસ્લિમ મતદારોને રીઝવવાનો ભાજપનો માસ્ટર પ્લાન, એરપોર્ટ પર પરવાનગી વિના ટેન્ટ ઉભો કર્યો અને….

મો.ન્યુ.ફો.નેટવર્ક : 2019 ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે,ત્યારે ભાજ્પ દ્રારા મતદારો ને રીઝવવા નિત નવા નુસખા અપનાવાઇ રહયા છે.તક મળતાં પ્રસિદ્ધિ મેળવવાની એકપણ તક ભાજ્પ ચુંકતૂ નથી. ત્યારે મીડિયા રિપોર્ટ મુજબ તાજેતરમાં જ મુસ્લિમ મતદારોને રીઝવવા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હજયાત્રા પર જવા રાજ્યભરના હજયાત્રીઓ અમદાવાદ આવે છે અને અહીંથી જિદ્દા જવા નીકળે છે તેં અમદાવાદ  એરપોર્ટ પર PM મોદીના ફોટો વાળા કેસરી રંગ ના મોટા પોસ્ટર પાસે ભાજપ દ્વારા એક ટેન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે, જેમા હાજીઓને રિફ્રેશમેન્ટ અને મેડિકલ સારવાર આપવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અહી તંબૂ ઉભો કરતા પહેલા એરપોર્ટ ઓથોરિટી અથવા હજ કમિટીની પરમિશન લેવામાં નથી આવી.હજ કમિટીએ માત્ર 3 જ તંબૂ ઉભા કરવાની પરમિશન આપી છે.AAI દ્વારા હજયાત્રીઓ માટે અલગ ટર્મિનલ આપવામાં આવ્યું છે. અને આ ટર્મિનલના એન્ટ્રન્સમાં જ ચોથો તંબૂ ઉભો કરવામાં આવ્યો છે. ભાજપના માઈનોરિટી સેલ દ્વારા આ તંબૂ ઉભો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આગામી 14 દિવસોમાં જિદ્દાની લગભગ 23 ફ્લાઈટ્સમાં 6900 હજયાત્રીઓ જશે. રાજ્યભરના હજયાત્રીઓ અમદાવાદ આવે છે અને અહીંથી જિદ્દા જવા નીકળે છે. જો કે ટેન્ટ અંગે હજ કમિટીના સેક્રેટરી આર.આર.મન્સુરીએ મીડિયાને જણાવેલ કે, અમે ભાજપને તંબૂની પરમિશન નથી આપી. પહેલા દિવસે હાજીઓને વિદાય આપવા માટે મંત્રીઓ આવ્યા હતા, માટે તે ઈવેન્ટને ધ્યાનમાં રાખીને પાર્ટી દ્વારા તંબૂ ઉભો કરી દેવામાં આવ્યો હતો.

About the author

Editor