Politics Social Media News

કૉંગ્રેસના ઉર્મિલા માતેડકરની સામે ભાજપના સમર્થકોએ મોદી-મોદી ના નારા લગાવતા થઈ મારામારી, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : મુંબઈ ઉત્તરથી કોંગ્રેસની ઉમેદવાર ઉર્મિલા માતેંડકર જ્યારે બોરીવલ્લી સ્ટેશન પાસે પ્રચારમાં હતી ત્યારે ભાજપના અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે બબાલ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ભાજપના સમર્થકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા અને અશ્લીલ હરકતો કરી હતી.

ત્યાર બાદ ઉર્મિલા માતેંડકર પોલીસ પ્રોટેકશન માગ્યું હતુ. તેણીએ જણાવ્યું કે ભાજપના સમર્થકો મારી રેલીમાં ઘુસી આવ્યા હતા અને અશ્લીલ રીતે નાચતા હતા અને અશ્લીલ શબ્દો નો ઉપયોગ કરતા હતા.તેણીએ આરોપ મૂક્યો છે કે તેઓ મહિલાઓને ડરાવવા માગતા હતાં.ભાજપનાં સમર્થકો એ કૉંગ્રેસ ના સમર્થકો ને જોતાં જ મોદી-મોદી ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે અહી ભાજ્પના સીટીંગ સાંસદ ગોપાલ શેટ્ટી મેદાનમાં ઉતર્યા છે.