Election Gujarat National Politics

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો : જાણો કેવી રીતે?

મો.ન્યુ.ફો.નેટવર્ક : 23મી માર્ચના રોજ રાજ્યસભાની 58 બેઠકોની ચૂંટણી યોજાવાની છે, જેમાંથી ચાર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની બેઠકો છે.પણ હવે ભાજપ માટે આ ચાર માંથી બે બેઠકો માટે જ આશા રાખી શકાય એમ છે કારણ કે રાજ્યસભાના નિયમ અનુસાર, એક ઉમેદવારને 38 વોટ્સની જરુર પડે છે,તો હાલમાં ભાજપ પાસે 99 અને કોંગ્રેસ પાસે 77 ધારાસભ્યો છે તેથી બંને પાર્ટીઓને બે-બે બેઠક ની આશા રાખી શકાય.

હાલમાં રાજ્યસભામાં ગુજરાતના ચાર ભાજપના સભ્યો પૈકી અરુણ જેટલી, પુરૂષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા છે, જે મંત્રી છે. જ્યારે ચોથા સભ્ય શંકરભાઈ વેગડ OBC નેતા છે. ત્યારે હવે ભાજપે ચારમાંથી કોઈ પણ બે ની જ પસંદગી કરવાની હોઈ પાર્ટી માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2017માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજ્યસભાની ચૂંટણીમાં રસાકસીનો જંગ જામ્યો હતો. જેમા વૉટ જાળવી રાખવા કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બેંગ્લોર નજીક એક રિસોર્ટમાં લઈ જવા પડ્યા હતા કે જેથી અહમદ પટેલની પોતાની સીટ જાળવાઈ રહે.ત્યારે આ વખતે પણ કોંગ્રેસ સતર્ક રહે એ નવાઈની વાત નથી !!