Breaking : ભાજપે 39 જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરી : મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જશુભાઈ પટેલ નિમાયા

0
831
મોર્નિંગ ન્યુઝ ફોકસ મહેસાણા : આઠ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામની પૂર્વસંધ્યાએ લાંબા સમયથી અટકેલા ભાજપ સંગઠનમાં નિમણૂક આજે શરૂ થઈ ગઈ છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા અને મોટા શહેરોના શહેર પ્રમુખોની જાહેરાત કરી દેવાઈ છે. ભાજપ દ્વારા 39 પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય વિવિધ જિલ્લામાં પ્રમુખો નિમાયા છે. નો રિપીટ થીયરી અંતર્ગત પાટીલ દ્વારા ટીમ જાહેર કરાઈ છે. સી આર પાટીલ હાલ દિલ્હીમાં છે. સંભવતઃ પ્રદેશ સંગઠનની આવતીકાલે જાહેરાત થઈ શકે છે.
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જશુભાઇ પટેલ ઉમતા વાળાને નિયુક્ત કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે જશુભાઇ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે કાર્યભાર સંભાળી રહ્યા હતા ત્યારે તેમની હવે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
3જી નવેમ્બરે આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.અબડાસા, મોરબી, ધારી, ગઢડા, લીંમડી, કરજણ, કપરાડા અને ડાંગ આઠ વિધાનસભા બેઠકો પર 3જી નવેમ્બરે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. આ તમામ બેઠક પર ભાજપ દ્વારા આક્રમક પ્રચાર કરાયો હતો. તે માટે તમામ બેઠકો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ટીમ ગઈ હતી અને સ્થાનિક સંગઠનોનું નેટવર્ક વધુ મજબૂત બનાવાયું હતું. આવતી કાલે 10 ઓક્ટોબરે પાટીલની પરીક્ષાનો પ્રથમ પડાવ છે.