Breaking : ગુજરાતના પડોશી રાજ્યમાં પણ 23 મી નવેમ્બરથી શાળા કોલેજો ખોલવાનો નિર્ણય મોકૂફ રખાયો

0
753

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાત સરકારે 23મી નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય થોડાક સમય અગાઉ જાહેર કર્યો હતો પરંતુ કોરોના કેસોમાં વધારો થવાની પરિસ્થિતિને ધ્યાને લઇ ગઈકાલે રાત્રે 10:30 વાગ્યા પછી મહત્વનો નિર્ણય જાહેર કરતા જણાવ્યું હતું કે, 23મી નવેમ્બરથી હવે શાળા-કોલેજો ખુલશે નહીં પરિસ્થિતિને જોઇને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ત્યારે આ જ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં મુંબઈમાં પણ હતી. મુંબઈમાં પણ 23મી નવેમ્બરથી શાળા કોલેજો શરૂ થવાની હતી પરંતુ ત્યાં પણ કોરોનાના કેસો વધતા સરકારે મહત્વનો નિર્ણય લેવો પડ્યો છે.

બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ શુક્રવારે જાહેરાત કરી કે શહેરની બધી જ શાળાઓ 31મી ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે પહેલાં જાહેરાત કરી હતી કે 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા અને જુનિયર કૉલેજિઝ 23મી નવેમ્બરથી ખૂલશે. જો કે મુંબઇમાં કોરોનાવાઇસની સ્થિતિ જોતાં BMCએ જાહેરાત કરી હતી કે શાળાઓ 31મી ડિસેમ્બર સુધી બંધ રખાશે. મુંબઇના મેયર કિશોરી પેડનણેકરે આ જાહેરાત કરી હતી અને કહ્યું કે, “COVID-19ના કેસિઝ વધી રહ્યાં છે તે જોતાં આ નિર્ણય લેવાયો છે અને 23મી નવેમ્બરે શાળાઓ નહીં ઉઘડે.”