Breaking : પેટા ચૂંટણીનો પ્રચાર કરવા ગયેલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું, જાણો સમગ્ર ઘટના

0
1394
નીતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આગામી 3 નવેમ્બરે યોજાનાર ગુજરાતની આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓ નો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે કરજણ બેઠક પર ની પેટા ચૂંટણીમાં પ્રચાર કરવા ગયેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જૂતુ ફેંકાતા ખળભળાટ મચી ગયો છે જોકે જુઠુ ફેંકવાની ઘટના બનતાની સાથે જ નીતિન પટેલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.            
           પ્રાપ્ત અહેવાલો મુજબ કરજણના પુરોલી ગામમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. જો કે, ચપ્પલ સીધુ નાયબ મુખ્યમંત્રીના ચહેરાને નિશાન બનાવીને ફેંકવામાં આવ્યું હતું પરંતુ સદનસીબે મીડિયાના બૂમ પર પડ્યું હતું.                                                             
          અત્રે નોંધનીય છે કે, નીતિન પટેલે સભાને સંબોધતા કહ્યું, નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતા. જેના કારણે આખી દુનિયાં ગુજરાત બદનામ થયું હતું.કમળ લોહીચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વિધાનસબામાં વિરોધ કરતા હતા. બાદમાં તેઓ આવીને મળતા ત્યારે કહેતા કે આ તો બોલવું પડે એટલે બોલીએ છીએ, બાકી સરકાર ખૂબ સારું કામ કરે છે.  
            અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના યોગીચોક વિસ્તારમાં ધારીની પેટાચૂંટણી માટે મત માંગવા આવેલા કાકડીયાની સભા પર પણ ઈંડા ફેંકવામાં આવ્યાં હતાં.આ ઉપરાંત ગાંધીનગર વિધાનસભા બહાર પત્રકારોને સંબોધી રહેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી પર ચંપલ ફેંકનારા યુવકની ઓળખ ગોપાલ ગોરધનભાઇ પટેલ (ઇટાલિયા) તરીકે થઇ હતી. જો કે તે વખતે પ્રદિપસિંહને ચપ્પલ વાગ્યું નહોતું.