Breaking : ઊંઝામાં વહેલી સવારે ધોધમાર વરસાદ : અંડરબ્રિજમાં પાણી ભરાયુ, જુઓ વિડીયો

0
1392

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  બે દિવસના વિરામ બાદ ઊંઝામાં આજે વહેલી સવારે આશરે ૯ વાગ્યાથી મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. આજે વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને પરિણામે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું તો વળી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઇ જવાથી વાહનચાલકોને હાલાકી પડી હતી. એટલું જ નહીં પરંતુ વધારે વરસાદને કારણે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર અંશતઃ બંધ કરવાની નોબત આવી હતી.ખેડૂતોની હાલત કફોડી બની હતી.

જુઓ વિડીયો…..