Breaking : ઊંઝા APMC ના વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલનું નિધન, સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી

0
1050

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ છેલ્લા ઘણા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. તેઓ અમદાવાદની હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સારવાર લઇ રહ્યા હતા. ત્યારે આજે કોરોના સામેની લડાઈમાં તેઓ હારી ગયા હતા અને કોરોના સામે જંગ લડતા લડતા તેમનું નિધન થયાના સમાચારથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

શિવમભાઈ રાવલ એ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર હતા. હાલમાં તેઓ ઊંઝા એપીએમસીમાં વાઇસ ચેરમેન હતા. કોરોના સામેની લડાઈમાં તેઓ જંગ હારી ગયા છે અને તેમનું નિધન થયું છે. આજે વહેલી સવારે 7 કલાકે તેમના પાર્થિવ દેહને બાલાજી ખાતે લાવવામાં આવશે. શિવમભાઈ રાવલ ના નિધનના સમાચારથી તેમના સમર્થકો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે તેઓ ઊંઝાના એક પ્રખર રાજકારણી પણ હતા.