Breaking : મહેસાણા LCB પોલીસે ગેરકાયદે હથિયારોની લે-વેચ નું મોટું રેકેટ ઝડપ્યું

0
519

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : મહેસાણા જિલ્લામાં ચાલતા સસ્તા અનાજના કૌભાંડનો પર્દાફાશ કરનાર જાંબાજ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બી એચ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ગેરકાયદે હથિયારોની લે-વેચ કરતા રેકેટનો પર્દાફાસ કરાતા ખળભળાટ મચી ગયો છે.

એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર બી.એચ.રાઠોડે આપેલી માહિતિ મુજબ, પાંચમી સપ્ટેમ્બરના રોજ મહેસાણા એલસીબી ઇન્સ્પેક્ટર બી.એચ.રાઠોડની ટીમના ASI રાજેન્દ્રસિંહને ગેરકાયદે હથિયારોની હેરાફેરી અંગેની ખાનગી બાતમી મળી હતી કે, મહેસાણા વણીકર કલબ નજીક મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં પ્રવેશવાના રસ્તા પાસે એક ઈસમ GJ06 MD 0583 હુંડાઈ આઈ-10 કાર માં ગેરકાયદે હથિયારોની લે-વેચ માટે રાહ જોઈ ઉભો હતો.

ત્યારે બાતમીના આધારે મહેસાણા એલ.સી.બી.ટીમે કારને કોર્ડન કરી તેમાં બેસેલ વ્યક્તિની પૂછપરછ કરી હતી.જેમાં ઇસમે તેનું નામ સેતા ફૈસલ રફિકભાઈ રહે.કસ્બા,મહેસાણા જણાવ્યું હતું.કારની અને ઇસમની તલાશી લેતા તેમાંથી દેશી બનાવટની ઓટોમેટિક પીસ્ટલ નંગ 2, કિંમત રૂ.90,000/- તથા જીવતા કારટીઝ નંગ-7 કિંમત રૂ.700/- મળી આવતા પોલીસે કાર કિંમત રૂ. 400000/ તથા મોબાઈલ ફોન કિંમત રૂ.5000/- મળી કુલ 4,95,700/-નો મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી હતી.

પોલીસે પૂછપરછ કરતાં ફૈસલે વધુ બે વ્યક્તિ મુખ્તાર અહેમદ મોહમ્મદ અકીલ ગોલાવાલા તથા મોહમ્મદઉસેદ ચંદમીયા સોપારીવાલા બંને રહે-વડોદરા ના નામો આપ્યા હતા. જેઓ ગેરકાયદે લાઇસન્સ પરવાના વગર ના હથિયાર ની લે વેચ કરતા હોવાનું તેને જણાવ્યું હતું. પોલીસ આ બંને આરોપીઓની શોધખોળ કરી રહી છે. અત્રે નોંધનીય છે કે પ્રથમ આરોપી
સેતા ફૈસલ રફિકભાઈ અગાઉ ધાડ, મારામારી અને પ્રોહિબિશન ના ગુનામાં પણ સંડોવાયેલો છે. આમ તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.