Breaking : મહેસાણા LCB પોલીસે આઈ.પી.એલ 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમોને 66,8,90/-ના મુદ્દામાલ સાથે ઝડપ્યા

0
714

મોર્નિંગ ન્યુઝ ફોકસ,મહેસાણા : પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા, ગાંધીનગર રેન્જની સુચના મુજબ તેમજ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલના આદેશથી તેમજ મહેસાણા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર રાઠોડ ના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.કે. ઝાલા તથા એ.એસ.આઈ દિનેશભાઈ રામજીભાઈ સહિત એલસીબી સ્ટાફ ને મળેલ ખાનગી બાતમીના આધારે મહેસાણા શહેર વિસ્તારના એરોડ્રેમ રોડ આસ્થા વિહાર ફ્લેટ માં દરોડો કરતા આઈ.પી.એલ.20-20 મેચનું જીવંત પ્રસારણ જોઈ ક્રિકેટ સટ્ટો રમતા-રમાડતા બે ઈસમો કુલ રૂપિયા 66890/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.

મહેસાણા એલસીબી પોલીસે આપેલી માહિતી મુજબ એરોડ્રેમ રોડ આસ્થા વિહાર ફ્લેટ માં મકાન નંબર સી.101 માં કેટલાક ઈસમો 20-20 મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા હતા જેની ખાનગી બાતમી મળતા મહેસાણા એલસીબી પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન રોકડ રકમ 1290/- તથા મોબાઈલ ફોન નંગ-૪ કિંમત રૂ 35 500 તેમજ ટીવી જીટીપીએલ બોક્સ સાથે કિંમત રૂપિયા 15000/ લેપટોપ ચાર્જર સાથે રૂપિયા 15000/-તથા મોબાઈલ ચાર્જર નંગ-1 કિંમત રૂપિયા 100/- મળી કુલ 66890/- ની કિંમતનો મુદ્દામાલ ઝડપાયો હતો.

આ સાથે મહેસાણા એલસીબી પોલીસે સટ્ટો રમતા રમતા બે ઇસમોની ધરપકડ કરી હતી જેમાં (1) પટેલ વિક્રમભાઈ કાંતિભાઈ એરોડ્રામ રોડ આસ્થા વિહાર ફ્લેટ સી-101તથા (2) પટેલ દર્શન કુમાર જગદીશભાઈ રહે મહેસાણા પરામાં. આ બંને ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.