Breaking : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણકાકાને ફોન કરી ખબરઅંતર પૂછ્યા : જાણો શું થઈ વાતચીત

0
1655

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : હાલમાં કોરોનાવાયરસના હહાકારને પરિણામે સમગ્ર દેશમાં lockdown કરવામાં આવ્યું છે ત્યારે lockdown દરમિયાન વારંવાર લોકોને ઘરમાં રહેવા માટે પ્રધાનમંત્રી દ્વારા પણ અપીલ કરવામાં આવે છે. જોકે lockdown દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપાને ફોન કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેમરી પાવર ખૂબ જ સક્રિય છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બીજા એક પૂર્વ ધારાસભ્ય ને ફોન કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણકાકા ને આજે આશરે 10:30 કલાકે ફોન કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા તો સામે નારણકાકા એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના lockdown ના પગલાની પ્રશંસા કરી હતી. સાથે સાથે તેમની સાથેના જુના સંસ્મરણો વાગોળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નારણકાકાને તેમની તબિયત સાચવવા માટે અનુરોધ કર્યો હતો. જોકે નારણકાકા પણ નરેન્દ્ર ભાઈ મોદી નો ફોન આવવાની વાતથી ખુબ જ ખુશ થઇ ગયા હતા. મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં કાકાએ જણાવ્યું હતું કે આજે પણ નરેન્દ્ર મોદી જી એ મને યાદ કર્યો અને મારા ખબર અંતર પૂછવા એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે.