BreakingNews Editorial National Politics

Breaking : સવા સો કરોડ દેશવાસીઓના વિશ્વાસ સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ નું સુરસુરિયૂ

મો.ન્યુ.ફો.નેટવર્ક : સવા સો કરોડ દેશવાસીઓનું સમર્થન મેળવનાર મોદી સરકાર વિરૂદ્ધ લોકસભામાં પ્રથમ વખત અવિશ્વાસનો પ્રસ્તાવ મુકવામાં આવ્યા બાદ  મોડી રાત્રે વોટિંગ કરતાં મોદી સરકારે 325 વોટ થી વિશ્વાસનો મત જીત્યો હતો.  જેમાં અવિશ્વાસના પ્રસ્તાવ વિરૂદ્ધ 325 જ્યારે અવિશ્વાસના સમર્થનમાં 126 મત પડ્યા હતા. આમ દેશ ની સવા સો કરોડ જનતાનો વિશ્વાસ મેળવનાર મોદી સરકાર સામે વિપક્ષ નો અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ નીવડ્યો હતો.

જો કે સદનમાં મોદી સરકાર સામે પ્રહારો કરનાર રાહુલ વડપ્રધાન મોદી ના ભાષણ સામે સાવ ફિક્કા પડ્યા હતાં.મોદીએ વિપક્ષ ના તમામ આરોપો નો ગણી ગણી ને જવાબ આપ્યો હતો.મોદીએ જણાવ્યું હતુ કે અવિશ્વાસ નો પ્રસ્તાવ એ વિકાસ પ્રત્યે વિરોધનો ભાવ પ્રગટ કરે છે. હું સવારથી આશ્ચર્યમાં છું કે મતદાન પણ થયુ નહોતું અને તે મને અહીં આવી કહી રહ્યા હતા કે ઉઠો ઉઠો. પરંતુ આ બેઠક પરથી લોકો જ હટાવી શકે અને લોકોએ જ મને બેસાડ્યો છે. લોકશાહી પર ભરોસો રાખો.

મોદીએ રાહુલ સામે ચાબખા મારતા જણાવ્યું હતુ કે,જે લોકો કહેતા હતા કે મારા 15 મિનિટના ભાષણથી ભૂકંપ આવી જશે અને મોદી ઉભા પણ નહીં રહી શકે. પરંતુ છેલ્લા ચાર વર્ષના વિકાસના કામોને લીધે આજે હું અહીં ઉભો પણ છું. કોંગ્રેસને સલાહ છે કે તમારા સાથી પક્ષોની પરીક્ષા લેવી હોય તો લો પણ અવિશ્વાસની દરખાસ્ત ન લાવશો. અમારી પાસે તો સવા સો કરોડ દેશવાસીઓનું સમર્થન હાંસલ છે.

આ સાથે સાથે મોદીએ ચાર વર્ષમાં કાળાનાણા, ખેતી, બેકિંગ, રોજગારી સહિત ક્ષેત્રે કરેલ કામગીરીને સદનમાં ગણાવી હતી. નરેન્દ્ર મોદીએ કટાક્ષમાં કહ્યું કે ભગવાન શિવને પ્રાર્થના કરુ છું કે કોંગ્રેસને ભગવાન એટલી શક્તિ આપે કે વર્ષ 2024 માં તેમણે સદનમાં ફરી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા નો મોકો મળે. લોન કૌભાંડ માટે પણ મોદીએ કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી.