Editorial EDUCATION Gujarat

Breaking : ગુજરાત બોર્ડ ના ધો-૧૦ ના SSC ના વિદ્યાર્થીઓ માટે નવી પરીક્ષા પદ્ધતિને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગુજરાત મા. & ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્રારા હાલમાં ચાલી રહેલી 70-30ની માકિંગ સિસ્ટમના બદલી ને 80-20ની નવી માર્કિગ સિસ્ટમને અમલીય બનાવવાના ચક્રો ગતિમાન કરાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહયા છે ત્યારે હવે ઇન્ટરનલ એસેસમેન્ટ 30 માર્કના બદલે 20 માર્કનું થશે. 20માંથી વિદ્યાર્થીઓને ઇન્ટરનલ માર્ક અપાશે. જ્યારે એન્યુઅલ પરિક્ષામાં 100 માર્કના પેપરમાંથી 80 ટકા ગણાશે.જો કે શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિએ આ અંગે એક ઠરાવ પસાર કરી શિક્ષણ વિભાગને મોકલી આપ્યો છે. શિક્ષણ વિભાગની અનુમતી બાદ 2019ના નવા શૈક્ષણિક વર્ષથી અમલમાં મુકવામાં આવશે.

જો કે હાલ માં ધો-10 માં 70-30 ની માર્કિંગ સિસ્ટમમાં વિદ્યાર્થીઓને 70 માર્કની એક્ષટર્નલ પરિક્ષામાં 33 ટકા એટલે કે, 23 માર્ક મેળવવા ફરજીયાત છે. જ્યારે 30 માર્કના ઇન્ટરનલ પરિક્ષામાંથી 33 ટકા એટલે કે ઓછામાં ઓછા 9 માર્ક્સ મેળવવા પડે છે. હવે નવી સિસ્ટમ પ્રમાણે 80-20ની માર્કિંગ સિસ્ટમમાં બન્ને પરિક્ષાના ભેગા મળીને વિદ્યાર્થીઓએ 33 ટકા માર્ક મેળવવાના હશે. જેમાં નવી પદ્ધતિમાં વિદ્યાર્થીને 33 ટકા માર્કના પાસીંગના ગોલ સુધી પહોંચવું વધુ સરળ બનશે

હાલમાં સીબીએસઇ માં આ સિસ્ટમ ચાલી રહેલ છે,જેને પગલે હવે GSEB એ પણ પરિક્ષામાં હવે આ નવી માર્ક સિસ્ટમ અપનાવવાની તૈયારીઓ દર્શાવી છે. તાજેતરમાં મળેલી શિક્ષણ બોર્ડ પરિક્ષા સમિતીની બેઠકમાં જુની 70-30ની માર્કિંગ સિસ્ટમને બદલી 2019ના નવા શૈક્ષણિક વર્ષથી 80-20ની નવી સિસ્ટમ અમલમાં મુકવામાં આવી શકે છે. ગુજરાત બોર્ડ દ્વારા અપનાવવામાં આવી રહેલી નવી પદ્ધતિમાં બાળકો માટે 100 ટકામાંથી 80 ટકા એક્ષટર્નલ પરિક્ષાના માર્ક ગણાશે. જ્યારે ઇન્ટરનલ પરિક્ષાના 20 ટકા માર્ક ગણવામાં આવશે.