Breaking : આજે રાત્રે 8 વાગે જાહેર થશે ધો.10 નું પરિણામ પણ વિદ્યાર્થીઓએ જોવા કરવું પડશે આ કામ

Breaking : આજે રાત્રે 8 વાગે જાહેર થશે ધો.10 નું પરિણામ પણ વિદ્યાર્થીઓએ જોવા કરવું પડશે આ કામ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ આજે રાત્રે 8 કલાકે જાહેર થશે. વિદ્યાર્થીઓને આ પરીણામ જોવા નહી મળે. ફક્ત શાળાઓ જ વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ શાળામાંથી પરિણામ મેળવવાનું રહેશે. વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાઓની રહેશે.

અત્રે નોંધનીય છે કે આ વખતે ધોરણ10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે. જો કે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. gseb.org પર પરિણામ અત્યારે 8 વાગ્યાથી જોવા મળશે.

આ વખતે ધોરણ10નુ પરિણામ ત્રણ પરીક્ષાના પરિણામ પરથી પરિણામ તૈયાર કર્યું છે. દા.ત. ત્રણ પરીક્ષામાં 50 ટકા પરિણામ આવ્યું હોય તો પરિણામ 50 ટકા જ આવશે. જો ત્રણેય પરીક્ષામાં અલગ અલગ માર્ક્સ આવ્યા, જેમ કે એકમાં 40, બીજીમાં 30 અને ત્રીજીમાં 70 માર્ક્સ આવ્યા હોય તો એની એવરેજ કાઢીને માર્ક્સ આપવામાં આવશે. ધો.9માં જેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તેને આમાં ફર્સ્ટ કલાસ આવી શકે.