Editorial Gujarat Personality Politics

CM રૂપાણી ના પત્ની અંજલીબેન રૂપાણી એ તોડ્યા ટ્રાફિક ના નિયમો, જાણો પછી શુ થયુ ?

મો.ન્યુ.ફો.નેટવર્ક :   તાજેતરમાં CM રૂપાણી દ્રારા ટ્રાફિક મુદ્દે કડક પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યા હતાં,જેને પગલે મહાનગરોમાં તંત્ર એક્શન માં આવી ગયું છે,જો કે ગમે એવા ચમર બંધી ને પણ છોડવામાં આવતાં નથી, ત્યારે તાજેતરમાં ઍક ગુજરાતી ન્યુઝ વેબ સાઈટ દ્રારા પ્રસિધ્ધ અહેવાલ મુજબ ખુદ CM ના પત્ની અંજલીબેન રૂપાણી એ જ ટ્રાફિક ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

માણેકબાગ હોલમાં ‘પેજ-3’ મહિલાઓએ નવાં અને નવાં જેવાં વસ્ત્રોનું એક્ઝિબિશન રાખ્યું હતું. જેમાં CM વિજય રૂપાણીનાં પત્ની અંજલીબેનને આમંત્રણ આપ્યું હતું. અંજલીબેન આવ્યાં ત્યારે એમના ડ્રાઇવરે કાર રસ્તા પર જ પાર્ક કરી દીધી. એમનાં પહેલાં આવેલાં મહિલા પોલીસ અધિકારી પન્ના મોમાયાના ડ્રાઇવરે પણ રસ્તા પર કાર પાર્ક કરી હતી.

આમ રસ્તા પર પાર્ક થયેલી CMના પત્નીની
સફેદ ઇનોવા કાર ને ટ્રાફિક જવાન ટો કરવા જતો હતો ત્યાં પન્ના મોમાયાના ડ્રા‌ઇવરે તેને રોક્યો અને કહ્યું, આ તો સીએમનાં પત્નીની કાર છે. એટલે ટ્રાફિક મેને ડ્રાઇવરને બોલાવી એક કાર હટાવી પન્ના મોમાયાની કાર પણ હટાવડાવી અને બાકીના વાહનો ટો કરી લીધાં.