Gujarat

CM રૂપાણીને અર્પણ/ ઊંઝા મામલતદાર કચેરીમાં ચાલે છે લાલિયાવાડી છતાં મામલતદાર મૌન કેમ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : હાલમાં ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થતાંની સાથેજ વિદ્યાર્થીઓ વિવિધ કોલેજોમાં અને વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે જાતિના પ્રમાણપત્રો અને આવક ના દાખલો મેળવવા માટે મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, જેને લઇને મામલતદાર કચેરીઓમાં દરરોજ લાંબી લાઈનો લાગતી હોય છે.

ઊંઝા મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા દિવસથી દરરોજ લાંબી લાઈન લાગે છે સવારથી પ્રમાણપત્ર મેળવવા આવેલા લોકોને સાંજે પણ પ્રમાણપત્ર ઘણીવાર મળતા નથી તો વળી, કેટલાક વચેટીયાઓ પૈસા લઈને બારોબાર કામ કાઢી નાખતા હોવાના આરોપો મુકાઈ રહ્યા છે તારે ઊંઝા મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલતો હોવાના મીડિયા અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા છે.

ઊંઝા મામલતદાર કચેરીની મુલાકાત લેતાં જાણવા મળ્યું હતું કે અહીં આવકના દાખલા કાઢનાર માત્ર એક જ વ્યક્તિ છે,જેને પરિણામે કામ ઝડપથી થઈ શકતુ નથી. લોકો હેરાન થાય છે.જોકે આ અંગે મામલતદારને રજૂઆતો કરવા છતાં કોઈ ફર્ક પડતો નથી, જેથી કલેક્ટર ને રજૂઆત કરતાં પણ પરિણામ શૂન્ય છે,ત્યારે કદાચ લોકોને હેરાન પરેશાન થતાં જોઈને મહેસાણા કલેકટર અને ઊંઝા મામલતદારને આનંદ આવતો હશે એમ કહેવું પણ હવે તો અનુચિત નહીં ગણાય.

આ ઉપરાંત મામલતદાર કચેરીમાં કોઈપણ ફોર્મ લેવા માટે જાઓ તો ફોર્મ આપવામાં આવતું નથી પરંતુ અધિકારીઓ દ્વારા જ એવી સૂચના આપવામાં આવે છે કે કચેરીની સામે આવેલી ઝેરોક્ષની દુકાન માંથી ફોર્મ લઇ આવો. જોકે ઝેરોક્ષની દુકાનમાં એક ફોર્મ ના આઠથી દસ રૂપિયા અરજદારો પાસેથી વસૂલવામાં આવે છે. જે ફોર્મ કચેરીમાં મફતમાં મળતું હોય એ ફોર્મ મામલતદાર કચેરીમાં ન મળવાને કારણે અરજદારોની આઠથી દસ રૂપિયા ખર્ચ કરવો પડતો હોય છે. આ ઉપરાંત કેટલીક બાબતોમાં સ્ટેમ્પની જરૂર નહીં હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા જુદા જુદા સ્ટેમ્પ,નોટરી કરાવવાની ફરજ પડાય છે જો કે આ બધા પાછળ અધિકારીઓ ની મિલીભગત હોવાનું સ્પષ્ટપણે ચર્ચાઇ રહ્યું છે.