Editorial Gujarat Politics

CM રૂપાણીએ PM મોદીની હાજરીમાં આપેલ આ વચન હજુ સુધી પુર્ણ કર્યું નથી

મો.ન્યુ.ફો.નેટવર્ક : રૂપાણી સરકાર દ્રારા મોટા ઉપાડે કરાયેલી કેટલીક જાહેરાતો માત્ર હવામાં જ પીગળી ગઇ છે.CM રૂપાણી ઘણી વાર મુખ્ય મંત્રી ઓછા અને વધારે જાહેરાત મંત્રી હોય ઍમ લાગે છે,કારણ કે CM રૂપાણી દ્રારા કેટલીક જાહેરાતો અને અપાયેલા કેટલાંક વચનો હજુ પણ અપૂર્ણ રહયા છે. એટલું જ નહીં PM મોદી ની હાજરીમાં તેમનાં વતન વડનગર વાસીઓને નવું ખેતીવાડી ઉત્પન્ન બજાર બનાવી આપવાનું વચન હજુ સુધી CM રૂપાણી એ પુર્ણ કર્યું નથી. ત્યારે એવી ચર્ચાઓ થવા લાગી છે કે PM ની આંખો મા ધૂળ નાખનાર CM પાસે કેટલી અપેક્ષા રાખી શકાય ?

મળતી માહીતી મુજબ સમય અગાઉ CM રૂપાણી એ વડનગર વાસીઓ ને ઍક નવું ખેતીવાડી ઉત્પન્ન બજાર બનાવી આપવાનું વચન આપ્યું હતુ. જેને PM મોદીએ ટેકો આપ્યો હતો.પણ આજે આટલા સમય પછી પણ કોઈ અણસાર નહીં દેખાતા આ વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ ની લાગણી જન્મી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે PM મોદી ના માદરે વતન વડનગર ને ઘણા સમય થી તાલુકાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. પણ હજુ સુધી ગંજ બજાર ના અભાવે ખેડુતો ને પાક વેચવા માટે વિસનગર સુધી દુર દુર લાંબા થવું પડે છે,જેને લઇને ખેડુતો ના નાણાં અને સમય બંનેનો વ્યય થાય છે.ત્યારે હવે PM ની હાજરીમાં આપેલું વચન CM રૂપાણી ક્યારે પુર્ણ કરશે ?