Editorial Gujarat Politics Trending

CM રૂપાણી માત્ર ઍક મોહરૂ છે,તેમનાં કોઈ નિર્ણયો ચાલતા નથી, જાણો કોણે કર્યો આ આક્ષેપ

મો.ન્યુ.ફો.નેટવર્ક : હાર્દિક ના ઉપવાસના 15માં દિવસે SGVP માં શરદ યાદવ, સ્વામી અગ્નિવેશ, સ્વામી પ્રમોદ ક્રિષ્ણમ, ડીએમકેના પુર્વ સાંસદ એ. રાજાએ મુલાકાત લીધી હતી. સ્વામી અગ્નિવેશે ગુજરાતના મુખ્યમંત્રી ને માત્ર મહોરું ગણાવ્યા હતાં , ત્રણ દિવસમાં સરકાર નિર્ણય નહીં કરે તો સંત સમુદાય રસ્તા પર આવવાની સ્વામીએ ચીમકી ઉચ્ચારી હતી. સ્વામી અગ્નિવેશે હાર્દિક પટેલને મળીને તેને સમર્થન જાહેર કર્યુ હતું. તેમણે છેલ્લા 14 દિવસથી રાજય સરકારે કોઇ ચર્ચા ન કરતા આ મામલે કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરીને ચર્ચા કરવી જોઇએ તેમ જણાવ્યું હતું.

જયારે સ્વામી ક્રિષ્ણમે ગાંધીની ભૂમિ પર હાર્દિક સાથે અન્યાય થઇ રહ્યો છે, ગુજરાત ગુનેગારોના હાથમાં છે તેવી કડક ટીકા કરી હતી. ડીએમકેના પૂર્વ સાંંસદ રાજાએ તમિલનાડુંમાં 69 ટકા અનામત છે, તો ગુજરાત અને અન્ય રાજયોએ પણ આ મુદ્દે વિચાર કરવો જોઇએ તેમ કહ્યું હતું. જનતાદલ યુનાઇટેડના અધ્યક્ષ શરદ યાદવે કેન્દ્ર સરકાર તેના વચનોમાં નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.

હાર્દિકને રજા આપવી કે નહીં તેનો નિર્ણય આજે લેવાઈ શકે છે.એસજીવીપી હોસ્પીટલમાં સારવાર લેવાર હાર્દિક પટેલના મેડિકલ બુલેટીન પ્રમાણે તેણે હજુ એક દિવસ આઇસીયુમાં રહેવું પડશે. જ્યારે રવિવાર સવારે યુરિન અને બ્લડ રિપોર્ટ આવ્યા બાદ હાર્દિકને રજા આપવી કે નહી તે બાબતે નિર્ણય લેવાશે.

About the author

Editor

Featured