ચૂંટણી ચર્ચા : કામલી સીટ પર અપક્ષ ઉમેદવારને ગામલોકોનો સામૂહિક ટેકો : મતદારો ભાજપ-કોંગ્રેસથી નારાજ !

ચૂંટણી ચર્ચા : કામલી સીટ પર અપક્ષ ઉમેદવારને ગામલોકોનો સામૂહિક ટેકો :  મતદારો ભાજપ-કોંગ્રેસથી નારાજ !

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  ચુંટણી ના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર પડઘમ શાંત થઈ જતા મતદારોને ઘરે ઘરે જઈ રીઝવવા માટે અને સોગઠાબાજી ગોઠવવાના પ્રયાસો હવે ઉમેદવારો હાથ ધરશે ત્યારે ઊંઝા તાલુકા ની કામલી સીટ પર ત્રિપાંખિયો જંગ છે જેમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત  અપક્ષે પણ ઝંપલાવ્યું છે જેમાં અપક્ષનું પલ્લુ ભારે જોવા મળી રહ્યું છે.

જોકે કામલી સીટ પર કામલી અને જગન્નાથપુરા એમ બે ગામના મતદાતાઓ મતદાન કરશે. જેમાં જગન્નાથપુરા ના વતની અને કામલી ગામના ભાણેજ મૌલિક પટેલ અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે. જગન્નાથપુરા ગ્રામજનોએ સામૂહિક રીતે મૌલિક પટેલ ટેકો જાહેર કરતા ભાજપ અને કોંગ્રેસ માટે હવે જીત મુશ્કેલ બની છે. જોકે અપક્ષની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

એટલું જ નહીં પરંતુ કામલી ગામ માં મતદાતાઓ ના મળેલા રીવ્યુ મુજબ ભાજપમાંથી ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવાર અગાઉ 15 વર્ષ સુધી ગામના સરપંચ રહ્યા હોવા છતાં ગામના લોકો માટે કાંઈ જ ન કર્યું હોવાનો આક્રોશ ઠાલવતા નારાજ લોકોએ પણ અપક્ષને જીતાડવા છૂપો ટેકો આપ્યો છે. જો કે કેટલાક લોકોએ ભાજપ ઉપરાંત કોંગ્રેસ સામે પણ રોષ વ્યકત કર્યો હતો.