ઊંઝા મામલતદાર કચેરીની લાલીયાવાડી અંગેની ફરિયાદ PMO થી CMO સુધી ! જાણો- હવે શું થશે ?

0
381

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ઊંઝા મામલતદાર કચેરીમાં લાલીયાવાડી અંગે પ્રધાનમંત્રી કાર્યાલયમાં સમય અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી કારણ કે અરજદારો ને પોતાના સામાન્ય કામ માટે પણ ધરમ ધક્કા ખાવા પડતા હતા. તેમજ જુદી જુદી યોજનાઓ ના ફોર્મ પણ અરજદારોએ પૈસાથી ખરીદવા પડતા હતા જેથી ઊંઝાનો જાગૃત યુવાનો એ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઊંઝા મામલતદાર કચેરી માં ચાલતી લાલીયાવાડી વિશે ફરિયાદ કરી હતી. ત્યારે જાણવા મળતી વિગતો મુજબ PMO માંથી આ ફરિયાદ CMO સુધી પહોંચી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઊંઝા મામલતદાર કચેરીમાં ચાલતી લાલીયાવાડી વિશે ઊંઝાના જાગૃત યુવાનોએ ફરિયાદ કરી હતી. જોકે પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી અને ગુજરાતના મહેસુલ મંત્રી કૌશિક પટેલ ને પણ આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદની ગંભીરતા ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રી કાર્યાલય માંથી આ ફરિયાદ CMO સુધી પહોંચી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આગામી સમયમાં મહેસુલ વિભાગ દ્વારા મામલતદાર કચેરીના લાલીયાવાડી ચલાવતા અધિકારીઓ સામે શિસ્તનો કોરડો ઉગામીને લાલીયાવાડી ચલાવતા અધિકારીઓની બદલી સુધીના પગલાં ભરવામાં આવે તો નવાઈ નહીં !!!