સુરત કલામંદિર જવેલર્સ કાંડમાં ભાજપના કયા કેબિનેટ મંત્રીનું કનેક્શન ? કોણે લગાવેલ 100 કરોડના રોકાણનો આરોપ ? જાણો

0
845

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરતના કલામંદિર જ્વેલર્સ અને આઈટી અધિકારીઓ સામે કરચોરી અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર પૂર્વ આઈટી અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા મામલો PMO સુધી પહોંચી ગયો છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર PMOએ આ સમગ્ર કેસની વિગતો મંગાવી છે. જેને લઇને રાજ્યના નેતાઓમાં ગભરાટ જોવા મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.ત્યારે આ મામલે ગુજરાત ભાજપના એક કેબિનેટ મંત્રીનું કનેક્શન બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

મળતા મીડિયા અહેવાલો મુજબ, કલામંદિર જવેલર્સના માલિક મિલન શાહના મકાનમાં રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી ગણપત વસાવા રહેતા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સૂર્યપ્રકાશ કોમ્પ્લેક્સમાં ગણપત વસાવા 1115 નંબરના ફ્લેટમાં રહે છે.. આ ફ્લેટ સોસાયટીમાં મિલન શાહના નામે રજીસ્ટર છે.

જ્યારે તેમની પાસે જ 1114 નંબરના ફ્લેટમાં મિલન શાહ રહે છે, આ ફ્લેટ મિલન શાહની પત્ની નિલમ શાહના નામે રજીસ્ટર છે. અગાઉ જગતસિંહ વસાવાએ કલામંદિર જવેલર્સમાં ગણપત વસાવાની ભાગીદારી હોવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં મંત્રીના પરિવારના 100 કરોડના રોકાણનો જગતસિંહ વસાવાએ આરોપ લગાવ્યો હતો..