ભાજપના કોર્પોરેટરે પોતાની સહી વાળા ‘વોલન્ટિયર ઓન ડ્યૂટી’ લખેલ પાસ ઈશ્યૂ કરતાં વિવાદ

0
14

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કોરોના મહામારીમાં લૉકડાઉન દરમિયાન સક્ષમ અધિકારી ના પાંચ સિવાય કોઈપણ વ્યક્તિ કરી શકતો શકતો નથી.સામાન્ય રીતે લૉકડાઉનમાં બહાર નીકળવા માટે પાસ ઈશ્યૂ કરવાની સત્તા માત્ર જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓને જ હોય છે, પણ મ્યુનિ.ના ચેરમેને પોતાના સિક્કા મારી પાસ આપ્યા છે. ત્યારે ભાજપના હેરિટેજ કલ્ચરલ અને રિક્રીએશન કમિટીના ચેરમેનના સિક્કા સાથે અનેક લોકોને પાસ ઇશ્યૂ કરાતા વિવાદ ઉભો થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નવા વાડજના કોર્પોરેટર અને હેરિટેજ, કલ્ચરલ અને રીક્રિએશનના ચેરમેન ભાજપના જિજ્ઞેશ પટેલના સિક્કા અને સહી સાથેના પાસ લઇને કેટલાક લોકો ફરતા હતા. સમગ્ર પ્રકરણને કારણે ભાજપમાં પણ વિવાદ ઉભો થયો છે.રીક્રીએશન એન્ડ કલ્ચરલ કમિટીના ચેરમેન હેરિટેજ જિજ્ઞેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, મારા વિભાગમાં વોલન્ટિરનું કામ કરતાં લોકોને આ પાસ ઇશ્યૂ કર્યા છે. આ ઓન ડ્યુટી પાસ નથી પણ સ્વૈચ્છિક રીતે મારા વિભાગ સાથે જોડાયેલા લોકોને અપાયા છે. મેં કઇ ખોટું નથી કર્યું, અધિકારી દ્વારા અપાતા પાસ જેવા પાસ નથી. આ પાસ ઈશ્યૂ હું કરી શકું છું, તેથી ઈશ્યૂ કર્યા છે.