સી.આર.પાટીલે ગુજરાતને સાચા અર્થમાં બનાવ્યું ડીઝીટલ : એક ક્લિક પર કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની મળી જશે માહિતી,જાણો કેવી રીતે?

0
1722

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સૌરાષ્ટ્ર યાત્રા અને ઉત્તર ગુજરાતી યાત્રા દરમિયાન લોકોને સરકારની યોજનાઓ સાથે જોડાવા ડિજિટલાઈજેશન ની જાહેરાત કરી હતી. તેમણે પોતાના ભાષણોમાં એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે ડિજિટલાઇઝેશન નો સહારો લેવામાં આવશે. ત્યારે તાજેતરમાં સી આર પાટીલ ના માર્ગદર્શન હેઠળ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ડીઝીટલ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાતનો કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલમાં વિવિધ સરકારી યોજનાઓ વિશે ની માહિતી સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.

ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી તમામ યોજનાઓ તમને ઘરે બેઠા બેઠા માત્ર એક જ ક્લિકે પ્રાપ્ત થઈ શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી અને એ યોજના નો લાભ કેવી રીતે લઈ શકાય તે જાણવા માટે હવે કોઈ કચેરીના ધક્કા ખાવાની જરૂર પડશે નહીં માત્ર મોબાઇલમાં સરળ પ્રક્રિયા દ્વારા ગુજરાતનો કોઈપણ વ્યક્તિ તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે સરળતાથી માહિતી પ્રાપ્ત કરી શકશે.

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન મુજબ એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે જે તમારે તમારા મોબાઇલમાં 0261 2300000 નંબર સેવ કરવાનો રહેશે. આ નંબર પર વ્હોટ્સ એપ ચાલે છે. તમે whatsup માં માત્ર hi કરીને મોકલો એટલે મેસેજ આવશે પછી 0 (શૂન્ય) લખી ને મોકલો એટલે યોજનાઓ લિસ્ટ નંબર સાથે આવશે. જે યોજના વિશે તમારે માહિતી જોઇતી હોય એ યોજના ના નંબર લખી ને મોકલશો એટલે એ યોજના ની સંપૂર્ણ માહિતી આવી જશે. આમ ઘરે બેઠા ગુજરાતનો કોઈપણ વ્યક્તિ રાજ્ય અને કેન્દ્ર સરકારની કોઇ પણ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીને એ યોજના નો લાભ કેવી રીતે લઈ શકાય તેનાથી વાકેફ થશે. ખરેખર ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની હેલ્પલાઈન સેવા ખૂબ જ પ્રશંસનીય છે