સી.આર.પાટીલનો સ્પષ્ટ સંકેત/ સંગઠનના જૂના અને હારેલા ધારાસભ્યો તેમજ કાર્યકરોને પણ મળી શકે છે નાની-મોટી જવાબદારી

0
816
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર :  2012માં ચૂંટાયેલા ધારાસભ્યો અને 2012 તેમજ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલા અગ્રણીઓ સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બેઠક કરી હતી. આ  બેઠકમાં ગુજરાત ભાજપા પ્રદેશના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.
મળતી માહિતી મુજબ આ બેઠકમાં સીઆર પાટીલે ભાજપના જૂના અને હારેલા ધારાસભ્યોને સક્રિય બનાવવા માટે આહ્વાન કર્યું હતું. વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેમણે ઈશારો કર્યો હતો કે આવનાર સમયમાં આ હારેલા ધારાસભ્યોને પણ પક્ષમાં નાની મોટી કામગીરી સોંપવામાં આવી શકે છે જેથી દરેકે ખભે ખભો મિલાવીને પક્ષ માટે કાર્ય કરવું જરૂરી છે. વળી આ બેઠકમાં તેમણે જૂથબંધીના વાડાઓ માથી મુક્ત થવા માટે અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સીઆર પાટીલે સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે કોંગ્રેસમાંથી આયાતી કરવાની કોઈ જરૂર નથી ભાજપ પાસે જેટલું ઉત્તમ સંગઠન બળ છે કે ભવિષ્યમાં તે 182 સીટો પ્રાપ્ત કરી શકે તેમ છે. જોકે સી.આર.પાટીલના સંકેતોનો એક અર્થ એવો પણ કરવામાં આવી રહ્યો છે કે હવે સંગઠનના જૂના જોગીઓને પણ મોટું મહત્વ અને મોટી જવાબદારી મળી શકે છે. સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ આજે સીઆર પાટીલે ઉત્તર ગુજરાતમાં અંબાજી માતાના દર્શન કરીને પોતાનો પ્રવાસ શરૂ કર્યો છે