સી.આર.પાટીલના ટીકાકારો ખાસ વાંચે : હોસ્પિટલના બિછાનેથી સી.આર.પાટીલે બાળકીની સર્જરી માટે કરી મદદ

0
2905

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  લોક ડાઉનમાં પરપ્રાંતિયોને કોઈ પણ જાતની પરવા કર્યા વિના મદદ કરનાર ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હાલમાં કોરોનાગ્રસ્ત થયા પછી તેઓ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે છતાં તેમનો ફોન તેમના મિત્રો અને મતવિસ્તારના લોકો માટે ચાલુ છે. આ દરમિયાન તેમના મતવિસ્તારમાં રહેલો રવિ ત્રિપાઠી નામનો વ્યક્તિ તેમને વીડિયો કોલ કરે છે.જેની પ્રતીતિ કરાવતો એક કિસ્સો બહાર આવતા ચોમેરથી સી.આર.પાટીલની હોસ્પિટલના બિછાનેથી કરેલી કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

વિગતો એવી છે કે, રવિ શંકર મણી ત્રિપાઠી (ખાનગી શાળામાં હાય સેકન્ડરીના શિક્ષક) એ જણાવ્યું હતું કે, 4 સપ્ટેમ્બરના રોજ પત્ની અર્ચનાએ એક ફૂલ જેવા પુત્રને જન્મ આપ્યો હતો. જોકે જન્મ બાદ માસૂમ દીકરાની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં એક્સ રે અને ટુ-ડી ઈકો બાદ બાળકનો ગર્ભમાં અન્નનળીનો અધૂરો વિકાસ થયો હોવાનું અને એ અન્નનળી શ્વાસ નળી સાથે જોડાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ડોક્ટરોએ ઓપરેશન માટે લગભગ 3 લાખ સુધીના ખર્ચનો આંકડો આપ્યો હતો.

એક બાજુ બાળકની બીમારી અને બીજી બાજુ આર્થિક સમસ્યાને લઈ શિક્ષકને સુઝબૂઝ રહી ન હતી. એવામાં સાંસદ CR પાટીલને વાત કરવાનો વિચાર આવ્યો એટલે તાત્કાલિક શિક્ષક એમની ઑફિસે દોડી ગયા હોવાનું કહેતા જણાવ્યું કે, તેમની ઓફિસે જઈને ખબર પડી કે પાટીલ સાહેબ કોરોનાગ્રસ્ત છે. આ સાંભળી હિંમત હારી ગયો હતો. પરંતુ એમના કર્મચારીએ ફોન કરવાની સલાહ આપી અને મેં એમને વોટ્સએપ કોલિંગ કરી તમામ હકીકત જણાવી તો એમને તાત્કાલિક રોકડ સહાય અને મા કાર્ડ બનાવવા એમની ઑફિસના એક કર્મચારી પાસે મોકલી આપ્યો હતો.