Editorial National Personality

ક્રિકેટર વિરાટ કોહલી ઇંગ્લેન્ડમાં કઇ વ્યક્તિ સાથે ફોટો પડાવી સોશ્યલ મીડિયામાં થયો ટ્રોલ ?

મો.ન્યુ.ફો.નેટવર્ક. : હાલમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે,હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાવાની છે જે બન્ને ટીમો વચ્ચે મહત્વની રહેવાની છે પણ આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઍક તસ્વીર ને લઇ ખાસ્સો ચર્ચામાં આવી ગયો છે.

મળતી વિગતો મુજબ, તાજેતરમાં ઇંગ્લેન્ડ ની ધરતી પર વિરાટ કોહલી સહિતના ક્રિકેટરોએ ભાન્ગડા ની મજા લીધી હતી, જેમાં વિરાટે ભાંગડા કરવાની સાથે ઢોલ પર પણ હાથ આજમાવ્યો. જો કે આ દરમિયાન લીધેલ કેટલીક તસવીરો ભારતીય ટીમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવી છે જેમાં કેપ્ટન વિરાટ કોહલીની સાથે ટીમનું સ્વાગત કરવા આવેલા કલાકારો અને ફેન્સ દેખાય છે જેમાં એક શખ્સ વિરાટની આગળ બેઠો છે અને તેનો ચહેરો બેંક કૌભાંડમાં ફરાર આરોપી વિજય માલ્યાને એકદમ મળતો આવે છે.

જો કે કોહલીની હમશકલ ફેન માલ્યા વાળી તસ્વીર જોઈને લોકોએ સોશ્યલ મીડિયામાં કોહલીને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. એક ફેને લખ્યું “કોહલીએ વિજય માલ્યાને નહોતું મળવું જોઈતું, આના માટે તેમને સજા મળવી જોઈએ.” આજ રીતે ચાહકોએ આવેશમાં આવીને વિરાટ કોહલી પર ગુસ્સો ઉતાર્યો. આજે વિરાટના કરોડ ફેન્સમાંથી આ એક ફેન છે જેનો ચહેરો ભાગેડું વિજય માલ્યા સાથે મળતો આવે છે અને તેણે વિરાટ કોહલી સાથે તસવીર ખેંચાવી અને તે વાઈરલ થઈ ગઈ.