Editorial National Politics

સોશ્યલ મીડિયામાં લોકપ્રિય એવા PM મોદી અને રાહુલ ગાંધી માટે 2019 ની ચૂંટણીઓ પહેલા આવ્યા દુઃખદ સમાચાર

મો.ન્યુ.ફો.નેટવર્ક : તાજેતરમાં સોશ્યલ મીડિયા દ્રારા ફેલાતા ફેક ન્યુઝ રોકવાનો મુદ્દો જોર શોર થી ચર્ચાઈ રહ્યો છે,ત્યારે આગામી સમયમાં PM મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પણ પોતાના લાખો ફેન્સનું નુકસાન થઈ શકે છે. સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ ટ્વિટર ઓડિટ મુજબ પીએમ મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રંપને લાખો ફેક એકાઉન્ટ્સ વડે ફોલો કરવામાં આવે છે. રિપોર્ટ મુજબ, પીએમ મોદી જે ટ્વિટરના ત્રીજા સૌથી વધુ ફોલો કરનારા વ્યક્તિ છે, તેમના 23 ટકા ફોલોઅર્સ ફેક છે.

ટ્વિટર પર ફેક ન્યૂઝ અને ખોટી સૂચનાઓના પ્રસારને રોકવા માટે મોટી સંખ્યમાં ફેક એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યમાં ટ્વિટર પાછલા કેટલાક મહિનાઓમાં 10 લાખથી વધારે ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે.મળતી માહીતી મુજબ રોજના લગભગ 50 હજાર સ્પામ એકાઉન્ટ બ્લોક કરાઈ રહ્યા છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર સક્રિયતા સાથે એવા બૉટ એકાઉન્ટ્સ પર નજર રાખી રહ્યું છે, જેની મદદથી કોઈ શખસના ટ્વિટર હેન્ડલ ફોલોઅર્સ વધારાય છે.

ઍક અહેવાલ મુજબ પીએમ મોદીના 43 મિલિયન ફોલોઅર્સમાંથી લગભગ 10 મિલિટન ફોલોઅર્સ ફેક છે, જ્યારે રાહુલ ગાંધીના લગભગ અઢી મિલિયન ફોલોઅર્સ ફેક છે. ટ્વિટર પર ખૂબ જ સક્રિય દેખાતા સુષ્મા સ્વરાજના 21 ટકા ફોલોઅર્સ ફેક છે. કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર પાર્ટીને જેટલા લોકો ફોલો કરે છે, તેમાંથી 21 ટકા ફેક છે, જ્યારે બીજેપીના 30 ટકા ફોલોઅર્સ નકલી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને 50 ટકા ફોલોઅર્સ ફેક છે. આથી જો ટ્વિટર પોાતાની પોલિસી અંતર્ગત આ નકલી એકાઉન્ટને સસ્પેન્ડ અથવા બ્લોક કરે છે, તો તેમના ફોલોઅર્સની સંખ્યમાં પણ જબરજસ્ત ઘટાડો થઈ શકે છે.