સિદ્ધપુરના સંદેશના ડિસ્ટ્રીબ્યુટર તેમજ પ્રખર પત્રકાર સુરેશ પ્રજાપતિનું નિધન : પત્રકાર જગતમાં ભારે શોક

સુરેશ પ્રજાપતિ સિદ્ધપુર ખાતે સંદેશના ડિસ્ટ્રીબ્યુટર હતા તેમજ વર્ષોથી તેઓ પત્રકારત્વનું કર્તવ્ય નિભાવી રહ્યા હતા. તેમના નિધનથી સિધ્ધપુર-પાટણ સહિત સમગ્ર પત્રકાર જગતમાં ભારે શોકની લાગણી જન્મી છે

સિદ્ધપુરના સંદેશના ડિસ્ટ્રીબ્યુટર તેમજ પ્રખર પત્રકાર સુરેશ પ્રજાપતિનું નિધન : પત્રકાર જગતમાં ભારે શોક

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સિદ્ધપુર :  સિધ્ધપુર શહેરના સંદેશ સમાચાર પત્ર ના ડિસ્ટ્રીબ્યુટર તેમજ એક પ્રખર સંનિષ્ઠ પત્રકાર એવા સુરેશભાઇ પ્રજાપતિ નું ગત 26 ડિસેમ્બરના રોજ નિધન થયું છે. જેથી સિદ્ધપુર સહિત પાટણ જિલ્લાના પત્રકારોમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.

 સુરેશભાઇ છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા ત્યારે તેમનું નિધન થતાં પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઇ ગઇ છે. સુરેશભાઈ સ્વભાવે ખૂબ જ સૌમ્ય, પ્રેમાળ હતા અને હંમેશા તેમના ચહેરા ઉપર હંમેશા સ્મિત રેલાયું જોવા મળતું. છેલ્લા 25 વર્ષોથી તેઓ સંદેશ સમાચાર પત્રનું સિદ્ધપુર શહેર નું ડિસ્ટ્રીબ્યુટર એજન્ટ તરીકે નું કામ કરતા હતા.

 જોકે સંદેશમાં તેમણે પત્રકાર તરીકેની પણ ફરજ અદા કરેલી છે. સિધ્ધપુર શહેરના સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સમાચારોને વાચા આપવા માટે તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. ખૂબ જ નિષ્ઠાપૂર્વક પત્રકારત્વની ફરજ અદા કરનાર સુરેશ પ્રજાપતિના નિધનથી તેમના પરિવારમાં પણ ભારે શોકની લાગણી છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવારને આ દુઃખદ પળોને સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુ પ્રાર્થના.