ડીસા ભાજપના ધારાસભ્ય અને ગાયિકા કિંજલ દવેએ PM મોદીની આ સલાહને મજાક બનાવી, જુઓ વિડીયો

0
1275

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના ની વૈશ્વિક મહામારી ને લઈને ‘દો ગજ દૂરી’ નું સૂત્ર આપવામાં આવ્યું છે પરંતુ વડાપ્રધાનની આ સલાહ અને વડાપ્રધાનના આ સૂત્રની ભાજપના જ નેતાઓ જાણે ઠેકડી ઉડાડી રહ્યાં હોય એવું વારંવાર સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળી રહ્યું છે, ત્યારે ડીસાના ભાજપના ધારાસભ્યએ PM મોદીની સલાહ અવગણી હોય તેમ ‘અમે ગુજરાતી લેરી લાલા’ ગુજરાતી સોંગ પર સરઘસ કાઢીને સોશિયલ ડિસન્સિંગના લીરેલીરા ઉડાડ્યા હતા. એટલું જ નહીં આ ગીત ગાનાર સિંગર કિંજલ દવે પણ આ તેમની સાથે જોડાઈ હતી અને ધારાસભ્યની સાથે સરઘસમાં જોડાઈને કોરોનાને તો ધોળીને પી ગયા હોય તેમ ચિંતાવગર ઘોડેસવારીની મજા માણતા દેખાયા હતા.

 

પ્રાપ્ત મીડિયા અહેવાલો મુજબ, ડીસાના ડંડોલ ગામે સોશિયલ ડિસ્ટન્સિંગનો તો કોઈ નિયમ પાળવામાં આવ્યો જ ન હતો. ઉપરાંત સરઘસમાં જાડાયેલા લોકોના મોઢે માસ્ક પણ જોવા મળ્યા ન હતા. તમામ સરઘસમાં બિન્દાસ્તપણે કોરોનાના ડર વગર ચાલતા જતા દેખાતા હતા. જ્યારે તાલુકાના ધારાસભ્યને પણ વૈશ્વિક મહામારીમાં જ કંઈ ખોટું થતું હોય તેવું લાગતું ન હતું અને તેઓ ઘોડેસવારી ની મજા ઉઠાવતા દેખાયા હતા.તો વળી ગાયિકા કિંજલ દવેએ સરઘસમાં ઘોડે બેસીને ધારાસભ્ય સાથે સેલ્ફી લીધી હતી. કોરોનાના ડર વગર ઘોડે બેસીને સેલ્ફીની તસવીરો લીધી હતી. જેની સોશિયલ મીડિયામાં જોરદાર ટીકા થઈ રહી છે.