દિલ્હી : કેજરીવાલ સરકારે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે તૈયાર કરી 500 બેડની ફાઈવસ્ટાર ICU હોસ્પિટલ, વિશેષતાઓ જાણી દંગ રહી જશો

દિલ્હી : કેજરીવાલ સરકારે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે તૈયાર કરી 500 બેડની ફાઈવસ્ટાર ICU હોસ્પિટલ, વિશેષતાઓ જાણી દંગ રહી જશો

કેજરીવાલ સરકારે 500 બેડની ICU હોસ્પિટલ તૈયાર કરી

વેન્ટીલેટર બેડની પણ વ્યવસ્થા ઉપલબ્ધ

વિવિધ 200 જેટલા નિષ્ણાત ડૉક્ટરોનો સ્ટાફ તેમજ 350 જેટલો નર્સિંગ સ્ટાફ તૈનાત

મોર્નિંગ ન્યુઝ ફોકસ, દિલ્હી :  દિલ્હીમાં કોરોનાની બીજી લહેર માં કોરોના ગ્રસ્ત દર્દીઓ ને સંપૂર્ણ સારવાર મળી રહે તેમ જ આ ક્રિટિકલ પરિસ્થિતિવાળા દર્દીઓને પણ ICU બેડની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે દિલ્હી ખાતે આવેલા રામલીલા મેદાનમાં 500 બેડની આઇસીયુ હોસ્પિટલ નું નિર્માણ કેજરીવાલ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

માત્ર બે અઠવાડિયામાં જ આ 500 બેડની હોસ્પિટલનું નિર્માણ થયું છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમણે આ હોસ્પિટલને માત્ર બે અઠવાડિયા જેટલા સમયમાં તૈયાર કરનાર એન્જિનિયરો નો આભાર માન્યો હતો.

આ 500 બેડની ICU હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં વેન્ટિલેટર બેડ પણ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે icu બેડ માટે ઓક્સિજન ની ખપત વધારે રહેતી હોવાથી અહીં એક ઓક્સિજન સ્ટોરેજ પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં 20 મેટ્રિક ટન ઓક્સિજન સ્ટોરેજ કરી શકાશે. 500 જેટલા ગંભીર દર્દીઓનો અહીં ઈલાજ હવે શક્ય બનશે.

આ હોસ્પિટલમાં આઠ કલાકની બે શિફ્ટમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવશે. જેમાં 120 જેટલા જુનીયર રેસિડેન્ટ ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે. તો વળી 40 જેટલા સિનિયર રેસિડેન્ટ ડોકટરો ની ટીમ છે. આ ઉપરાંત હાર્ટ કિડની જેવી ગંભીર બીમારીઓ વાળા કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે 20 થી 30 જેટલા ડોકટરોની સ્પેશિયલ ટીમ પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે. તો વળી 350 જેટલો નર્સિંગ સ્ટાફ આ હોસ્પિટલમાં કાર્યરત રહેશે.