Editorial Gujarat Politics

અટલજીના નિધનનો રાષ્ટ્રીય શોક છતાં ગુજરાતના આ શહેરમાં RSS અને સ્વામિનારાયણ સંસ્થાની શાળાઓ ચાલુ રખાઈ

મો.ન્યુ.ફો.નેટવર્ક : યુગપુરૂષ અટલબિહારી વાજપેયીજીના નિધનને પગલે સમગ્ર દેશ શોકમગ્ન બન્યો છે.ત્યારે ગુજરાત સરકાર દ્વારા સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઇ હતી. ત્યારે ગોંડલમાં સ્વામિનારાયણ સંસ્થાની સ્કૂલો, ઓક્સફર્ડ સ્કૂલ તથા RSS સાથે સંકળાયેલી શિશુમંદીર સ્કૂલ ચાલું રહેતા શહેરભરમાં ટીકાપાત્ર બનવા પામી હતી.

સમગ્ર દેશ ભરમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલજીના નિધનના પગલે આઘાતની લાગણી છવાઇ જવા પામી છે અને જાહેર રજા જાહેર કરાઇ હતી. સ્વામિનારાયણ સંસ્થાની સ્કૂલો ચાલું રહેતાં સંસ્થાના નિર્ભયસ્વામી એ મીડિયા સામે લુલો બચાવ કરતા જણાવ્યું કે અમને રાત્રે નવ કલાકે જાણ થઇ હોય વાલીઓને રજા અંગે જાણ કરી શકાઇ ન હતી.

જ્યારે RSS સાથે સંકળાયેલી સરસ્વતિ શિશુમંદીર સંસ્થાનાં પ્રિન્સિપાલ યોગેન્દ્રસિંહે એવું કહ્યું કે, અમે શ્રધ્ધાંજલી કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ અગ્નિસંસ્કાર પહેલાં જ શૈક્ષણિક સંસ્થા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજે તે બાબત ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

બીજી બાજુ ઓક્સફર્ડ સ્કૂલ ના સંચાલકોનું ધ્યાન દોરતા આખરે સંચાલકોએ શરમિંદા બની તાબડતોબ રજા જાહેર કરી દીધી હતી.