Gujarat

તક્ષશિલા આર્કેડની ગોઝારી દુર્ઘટનાની યાદ થઈ તાજી કરતો DGVCLની પોલ ખોલતો વિડીયો સામે આવ્યો, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક :  તક્ષશિલાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં પુણાની LPD વિદ્યા સંકુલને અડીને આવેલા વીજ પોલમાં ધડાકા સાથે આગ લાગી હતી.જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના ની શરૂઆત  એ અગાઉ તક્ષશિલા આર્કેડ માં જેવી રીતે ઘટના ઘટી હતી, એવી જ ઘટનાનું પુનરાવર્તન અહીંયા પણ જોવા મળ્યું હતું. છતાં પણ તંત્ર હજુ હાથ ઉપર હાથ દઈને બેસી રહ્યું છે.

તંત્ર માત્ર કાગળ ઉપર જ સુફિયાણી વાતો કર્યા કરે છે. તક્ષશિલા આર્કેડ ની ઘટના પાછળ પણ ક્યાંક ને ક્યાંક વીજપોલ ના થાંભલા માં થયેલી શોર્ટસર્કિટ જ જવાબદાર ગણી શકાય છતાં પણ હજુ તંત્ર શા માટે જાગતું નથી. હજુ ક્યાં સુધી આવા નિર્દોષોના ભોગ લેવાશે? જોકે દુઃખદ બાબત એ પણ છે કે આવી ઘટનાઓમાં લોકો મોબાઇલ લઈને વિડીયો ઉતારવા લાગે છે, પણ જરૂરી સાવધાની બતાવીને જવાબદાર તંત્રને જાણ કરતા નથી તે સૌથી દુઃખદ બાબત છે.  આ વીડિયોમાં પણ એક પુરુષ મોબાઈલ વડે વિડીયો બનાવી રહેલો દેખાય છે.