Bollywood Social Media News

દીપિકા પાદુકોણેએ ખુલ્લી અગાસીમાં આ એક્ટરને કરી કિસ, જુઓ વાયરલ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : દીપિકા પાદુકોણે હાલમાં મેઘના ગુલઝાર ની ફિલ્મ ‘છપાક’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી લીડ રોલમાં છે. શૂટિંગ દરમિયાન કેટલાક વીડિયો જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે જે વીડિયોમાં વિક્રાંત અને દીપિકા એકબીજાને અગાસી ઉપર ખુલ્લામાં કિસ કરતા જોવા મળે છે.

વાયરલ વીડીયો માં વિક્રાંત અને દીપિકા અગાસી ઉપર એક રોમેન્ટિક સીન શૂટ કરી રહ્યા છે. જેમાં દીપિકા અને વિક્રાંત એક કિસિંગ સીન આપી રહ્યા છે. જોકે આ સીન ખુલ્લી અગાસી માં છે. જેથી આજુબાજુના લોકો પણ આ દ્રશ્ય જોઇને કોમેન્ટ કરી રહ્યા છે જેમાં સ્પષ્ટ સંભળાય છે કે ‘બચ્ચે કો મત દિખાવો, કુછ ઓર ચલ રહા હૈ,અંકલ’ . આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.