સીધો સવાલ : કોરોના પોઝીટીવ સી.આર.પાટીલના સામૈયામાં ઉમટેલી નેતાઓની ભીડ સ્વયંભૂ કોરોના ટેસ્ટ કરાવશે ખરા ?

0
1409

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી આર પાટીલ નો કોરોના રિપોર્ટ ફાઈનલ પોઝિટિવ આવ્યો છે ત્યારે સીઆર પાટીલે ઉત્તર ગુજરાતમાં અંબાજી માતાના દર્શન કરીને યાત્રા શરૂ કરી હતી. જેમાં પાલનપુર, પાટણ, ઊંઝા મહેસાણા, કડી અને ગાંધીનગર સુધી તેઓ ની સ્વાગત રેલીમાં અનેક કાર્યકરો ની ભીડ ઉમટી હતી. જેમાં સોશ્યલ distance ના ધજાગરા ઉડયા હતા. ત્યારે હવે સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ જાગી છે કે શું પાટીલનું સામૈયું કરવા ગયેલા નેતાઓ નો કોરોના ટેસ્ટ થશે કે નહીં ?                                                                                                                અત્રે નોંધનીય છે કે પાટણ થી સી.આર.પાટીલ જ્યારે ઊંઝા આવ્યા ત્યારે ઊંઝાના શિહી ગામે પાટીલનું સ્વાગત કરવા માટે ભારે પડાપડી થઇ હતી. જેમાં ભાજપના અનેક કાર્યકરો એ પાટીલ નું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ઊંઝા એપીએમસી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પણ ઊંઝાના એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ટોચના નેતાઓ અને કાર્યકરોએ સી આર પાટીલ નું સ્વાગત કર્યું હતું. આમ જાણે-અજાણે અનેક કાર્યકરો સી.આર.પાટીલના સીધા સંપર્કમાં આવ્યા હતા.

ત્યારબાદ ઊંઝા ઉમિયા માતા થી જ્યારે સી.આર.પાટીલ મહેસાણા ગયા ત્યારે મહેસાણા ખાતે પણ પાટીલનું ભવ્યાતિભવ્ય સ્વાગત થયું હતું. જેમાં અનેક કાર્યકરો અને ટોચના નેતાઓ સંપર્કમાં આવ્યા હતા. ત્યાંથી કડી કલોલ થી લઇ ને છેક ગાંધીનગર સુધી સી આર પાટીલ ના સામૈયામાં અનેક ટોચના નેતાઓ અને કાર્યકરો પાટીલના સીધા સંપર્કમાં આવ્યા હતા ત્યારે જે ટોચના નેતાઓ છે જે લોકો અવારનવાર સતત લોકોના સંપર્કમાં આવતા રહે છે કે પછી લોકો તેમના સંપર્કમાં આવતા રહે છે તેઓ સ્વયંભૂ કોરોના ટેસ્ટ કરાવશે ખરા ?