શુ તમે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વાપરો છો ? RBI ના નવા નિયમો જાણી લો,આ સુવિધા થઈ શકે છે બંધ

0
2023
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  આજના ડીઝીટલ યુગમાં બેન્કિંગ ફ્રોડ અને ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડસના ખોટા ઉપયોગને રોકવા કે ઓછો કરવા માટે રિઝર્વ બેંકે તાજેતરમાં નવો નિયમ લાગુ કર્યો છે. હવે, બેંકો તરફથી જે નવા કાર્ડ (ડેબિટ કે ક્રેડિટ) આપવામાં આવશે, તેમાં લિમિટેડ સુવિધા હશે. આ કાર્ડસ દ્વારા માત્ર એટીએમ પર ડોમેસ્ટિક ટ્રાન્જેક્શન અને પીઓએસ ટ્રાન્જેક્શન કરી શકાશે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, જૂના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર જો હજુ સુધી ડોમેસ્ટિક કે ઈન્ટરનેશનલ ડિજિટલ ટ્રાન્જેક્શન નથી કરાયું તો એ કાર્ડસ પર ડિજિટલ ટ્રાન્જેક્શનની સુવિધા કોઈ વિલંબ વિના બંધ કરી દેવામાં આવે. જો કોઈ કસ્ટમર ઓનલાઈન ટ્રાન્જેક્શનની સુવિધા ઈચ્છે છે તો તેના માટે તેણે બેંકનો સંપર્ક કરવો પડશે.
જાણો આરબીઆઈના નવા નિયમ
1 ઓક્ટોબરથી જો કોઈ કસ્ટમરને નવું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ઈશ્યૂ કે રી-ઈશ્યૂ કરાશે તો તેના પર માત્ર ડોમેસ્ટિક ટ્રાન્જેક્શનની સુવિધા હશે. આ સુવિધા એટીએમ અને પીઓએસ પોઈન્ટ માટે હશે, જ્યાં કાર્ડનો કોન્ટેક્ટ થાય છે.
જો કોઈ કસ્ટમર કોન્ટેક્ટલેસ, ડિજિટલ ટ્રાન્જેક્શન, ઓનલાઈન ટ્રાન્જેક્શન કે ઈન્ટરનેશનલ ટ્રાન્જેક્શનની સુવિધા ઈચ્છે છે તો તેણે પોતાની બેંકનો સંપર્ક કરવાનો રહેશે. આ નિયમ ક્રેડિટ અને ડેબિડ કાર્ડ બંને પર લાગુ થાય છે. હાલમાં ઘણી બેંક બધા પ્રકારના કાર્ડસ પર ઈન્ટરનેશનલ ટ્રાન્જેક્શનની ડિફોલ્ટ સુવિધા આપે છે.
જો બેંકને લાગે છે કે, તમને આપવામાં આવેલું કાર્ડ રિસ્કી છે, તો તેને પૂરો અધિકાર છે કે તે તમારા કાર્ડને ડી-એક્ટિવેટ કરી દે અને એક નવું કાર્ડ ઈશ્યૂ કરે. જો તમારા કાર્ડથી અત્યાર સુધીમાં કોન્ટેક્ટલેસ, ઓનલાઈન ટ્રાન્જેક્શન નથી કરાયું તો બેંકને પૂરો અધિકાર છે કે તે આ સુવિધાઓને ડિસેબલ કરી દે.
કસ્ટમર પાસે કાર્ડને લઈને સ્વિચ ઓન-ઓફની સુવિધા હશે. તે અંતર્ગત કસ્ટમર પોતાના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ માટે એટીએમ ટ્રાન્જેક્શન, ઓનલાઈન ટ્રાન્જેક્શનની સુવિધાને ઓન/ઓફ કરી શકે છે. તે ઉપરાંત કસ્ટમરે પોતાના દરેક ટ્રાન્જેક્શન માટે એક લિમિટ નક્કી કરવાની રહેશે. યૂઝરસને એટીએમ, પીઓએસ મશીન કે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવા અને ઓનલાઈન ખરીદીની લિમિટ નક્કી કરવાની રહેશે. કાર્ડ હોલ્ડર્સ આ લિમિટ નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ કે પછી બેંકના એટીએમમાં જઈને નક્કી કરી શકે છે.