ડોક્ટરની દાદાગીરી : હું ભાજપમાં છું, 18 વર્ષથી દવાખાનું ચલાવું છું, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

ડોક્ટરની દાદાગીરી : હું ભાજપમાં છું, 18 વર્ષથી દવાખાનું ચલાવું છું, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

રાત્રે બે વાગ્યે આ નકલી ડીગ્રીધારી તબીબે ખોલ્યું હતું દવાખાનું

સ્થાનિકોએ દવાખાનુ આટલી મોડી રાત્રે કેમ ખોલ્યું હોવાનું પૂછતા ડોક્ટરે મને ફાવે એવા જવાબો આપ્યા

 ડોક્ટર નશામાં ધૂત હોવાનું માલુમ પડ્યું હતું.

સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટેશન લઈ જઇ પૂછપરછ કરતા ડિગ્રી નહીં હોવાનો થયો ઘટસ્ફોટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હાલમાં કોરોનાની મહામારી માં અનેક નકલી ડોકટરોનો પણ રાફડો ફાટ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી આવો જ એક નકલી ડિગ્રીધારી મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયો છે. જેણે દારૂ પીધેલી હાલતમાં મન ફાવે એમ બક્વાસ કરતા સ્થાનિક લોકોએ તેને પોલીસ સ્ટેશન ભેગો કર્યો હતો. પૂછપરછમાં તેની પાસે ડીગ્રી નહીં હોવાનું માલુમ પડ્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં પાંડેસરામાં રાત્રે 2 વાગે એક તબીબની ક્લિનિક ખુલ્લી જોતા સ્થાનિક આગેવાનો આ તબીબને પૂછતાં પોતે ભાજપમાં છે અને 18 વર્ષથી વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવે છે.જોકે દારૂના નશામાં બકવાસ કરતા સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપતા આ તબીબ પોલીસ મથકે પહોંચી ગયો હતો.