‘ શ્રેષ્ઠ ધારાસભ્ય ‘ એવોર્ડ વિજેતા ડૉ.આશાબેન પટેલ સાચા અર્થમાં બન્યાં ‘ કૉરોના વૉરીયર્સ ‘

0
1843

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : સમગ્ર એશિયામાં જીરા વરીયાળી ના શ્રેષ્ઠ બજાર તરીકે જાણીતા એવા વેપારીમથક અને ધાર્મિક નગરી ગણાતા ઊંઝામાં કોરોના વાઈરસના હાહાકારને પરિણામે lockdown નુ સંપૂર્ણ પાલન કરવામાં અને કરાવવામાં આવી રહ્યું છે. lockdown દરમિયાન શ્રમીકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તેમજ તાલુકાના સમગ્ર વિસ્તારમાં કોરોનાવાયરસ નો પગ પેસારો ન થાય તેથી ગામડાઓને સેનેટાઈઝ કરવાની કામગીરી માં ઊંઝાના જાગૃત તેમજ સક્રિય ધારાસભ્ય ડો. આશાબેન પટેલ સાચા અર્થમાં ‘ કોરોના વૉરીયર્સ ‘ બનીને કામગીરી કરી રહ્યા છે જેની સ્થાનિક મીડિયાએ પણ નોંધ લીધી છે.

સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર શ્રેષ્ઠ ધારાસભ્ય નો એવોર્ડ પ્રાપ્ત કરનાર ઊંઝાના ભાજપના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ કોરોના વાઇરસની મહામારી સામે સક્રિય બનીને ઝૂમી રહ્યા છે. પોતાના વિસ્તારમાં રહેતા શ્રમિકોને ખાવા-પીવાની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તેમણે પોતાના સ્વહસ્તે રૂબરૂ જઇને રાશનન કીટો નું મોટા પ્રમાણમાં વિતરણ કર્યું છે એટલું જ નહીં પરંતુ પોતાના વિસ્તારમાં આવેલા ગામડાઓમાં જઈને સ્થળ પર હાજર રહીને ગામડાઓની સેનેટાઈઝ કરાવ્યા છે. આ ઉપરાંત પોતાના વિસ્તારમાં આવેલી સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર, જરૂરી સાધનસામગ્રી તેમજ અન્ય જરૂરિયાતો ની ખોટ ન વર્તાય તે માટે તેમણે 25 લાખની ગ્રાન્ટ ફાળવી છે.

એટલું જ નહિ પરંતુ પ્રધાનમંત્રી દ્વારા જ્યારે કોરોના વૉરીયર્સ નો જુસ્સો વધારવા માટે જ્યારે જ્યારે કોઈ અપીલ કરવામાં આવે છે ત્યારે પોતાના વિસ્તારના લોકો પણ પ્રધાનમંત્રીની અપીલને અનુસરે તે માટે પણ ધારાસભ્ય સતત લોકોને જાગ્રત કરે છે. વળી આશાબેન પટેલ પોતે પીએચડીની ડિગ્રી ધરાવતા હોય ભાષા પર પણ તેમનુ સારું પ્રભુત્વ છે. તેમણે લોકોને કોરોના વાઈરસથી જાગ્રત કરવા માટે એક કવિતાની પણ રચના કરી હતી. પોતાના તન મન અને ધનથી કોરોના ની મહા મારી સામે લડવા માટે તત્પર રહેતા આશાબેન પટેલ સાચા અર્થમાં ‘કોરોના વૉરીયર્સ’ ધારાસભ્ય બન્યા છે.