Editorial Humanity Lifestyle National Personality

આ ફાની દુનિયા છોડી જનાર ‘તારક મહેતા….’ ના ડો.હાથીએ છેલ્લે શુ કહ્યુ હતુ જીંદગી વિશે ?

 

મો.ન્યુ.ફો.નેટવર્ક : ફેમસ કોમેડી ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં ડોક્ટર હંસરાજ હાથીનો રોલ કરનાર એક્ટર કવિ કુમાર હાર્ટ એટેકને કારણે મોત થયું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, આજે ફિલ્મ સિટીમાં નક્કી કરાયેલ શિડ્યુલ મુજબ એપિસોડનું શુટિંગ થવાનું હતું, પરંતુ હવે તેને કેન્સલ કરી દેવાયું છે.

એક્ટરની મોત પર શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે મીડિયાને જણાવ્યું કે, આજે સવારે તેમણે મને ફોન કર્યો હતો, અને કહ્યું હતુ કે, આજે મારી તબિયત થોડી ખરાબ છે, તો હું શુટ પર આવવા માટે અસમર્થ છું. પરંતુ થોડી વાર બાદ તેમના નિધનના સમાચાર મળ્યા કે, તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. હું આ સાંભળીને ચોંકી ગયો હતો.

જો કે ખુશ મિજાજ સ્વભાવના ડો.હાથીએ થોડા દિવસ પહેલા જ પોતાના ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેના નીચે તેમણે લખ્યું હતું કે, કોઈએ કહ્યું છે કે કલ હો ના હો, હું કહું છું કે પલ હો ના હો. દરેક પળ જીઓ.

મીડિયા રિપોર્ટસ અનુસાર, તેમણે વર્ષ 2010માં પોતાનું 80 કિલો વજન સર્જરીથી ઓછું કરાવ્યું હતું. કવિ કુમારને ફ્રી સમયમાં લખવું બહુ જ પસંદ હતું. તેઓ કવિતાઓ લખતા હતા.

Featured