BreakingNews Gujarat

અમદાવાદ વી.એસ.હોસ્પિટલમાં બે મહિલાઓના મૃતદેહની અદલા બદલી થતાં મચ્યું દંગલ,જાણો ઘટના

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : તાજેતરમાં અમદાવાદની વીએસ હોસ્પિટલનો એક ખુબજ ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બે મહિલાઓના મૃતદેહની અદલા-બદલી થઇ ગઇ હતી. જેને લઇને સંબંધિત વાલીઓએ ભારે હોબાળો મચાવી દીધો હતો. અને અફરાતફરી મચી ગઇ હતી. મામલો વધારે ગંભીર જણાતા તાત્કાલિક પોલીસ બોલાવવામાં આવી હતી.

મળતી માહીતી મુજબ, અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં ગઈકાલે કર્ણાટકની એક ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાવળા હત્યાકેસમાં મૃત્યુ પામેલી મિત્તલ જાદવનો મૃતદેહ પણ વી,એસ હોસ્પિટલમાં હતો. સુત્રો મુજબ જાણવા મળ્યું છે કે કર્ણાટકની ગર્ભવતી મહિલા નસરીન સાથે મિત્તલ જાદવના મૃતદેહની અદલા-બદલીનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે પોલીસ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. ખરેખર મૃતદેહની અદલા-બદલી થઈ છે કે નથી તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.