સી.આર.પાટીલે પ્રેસ કોંફરન્સ દરમ્યાન જ માસ્કનો ઉલાળીયો કર્યો : શુ તંત્ર પાટીલને દંડ ફટકારવાની હિંમત કરશે ખરા ?

સી.આર.પાટીલે પ્રેસ કોંફરન્સ દરમ્યાન જ માસ્કનો ઉલાળીયો કર્યો : શુ તંત્ર પાટીલને દંડ ફટકારવાની હિંમત કરશે ખરા ?

કોરોનાના કહેર વચ્ચે સી.આર.પાટીલે જ કોવિડ ગાઈડ લાઈનનું કર્યું ઉલ્લંઘન

પ્રેસ કોંફરન્સ દરમ્યાન પાટીલે માસ્ક ઉતારી દીધું

વિડીયો થયો વાયરલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને કૉગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચેના પત્રયુુધ્ધ ને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પોતપોતાના રાષ્ટ્રીય નેતાઓ ના સમર્થનમાં અને બચાવમાં ઉતરી આવ્યા છે. ત્યારે સુરતમાં સીઆર પાટીલે પણ આ અંગે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં સી.આર. પાટીલે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે, તેને રોકવાનું કામ સોનિયા ગાંધી કરશે ખરા?

પાટીલ જ્યારે આ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા ત્યારે બધાનું ધ્યાન પાટીલ તરફ ગયું હતું કારણકે પ્રેસ કોન્ફરન્સ સંબોધતી વખતે પાટીલે ચહેરા ઉપર લગાવેલું માસ્ક ઉતારી નાખ્યું હતું. અત્રે નોંધનીય છે કે હાલમાં લોકોને બે માસ્ક પહેરવા માટે સતત અપીલ કરવામાં આવેલી છે અને માસ્ક ન પહેરનાર પાસેથી 1000 રૂપિયા જેટલો આકરો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મીડિયાને સંબોધતી વખતે પાટીલે એક માસ્ક પણ ચહેરા ઉપર રાખવાને બદલે ઉતારી નાખ્યું હતું. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે શું સામાન્ય લોકોને દંડ ફટકારનાર પોલીસ સી આર પાટીલને દંડ ફટકારવાની હિંમત કરી શકશે ખરા એ પ્રશ્નને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે.