Editorial Gujarat Politics

હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે Dy.CM નીતિન પટેલ એવું તે શુ બોલ્યા કે જેથી પાટીદારોમાં રોષ ફેલાયો

મો.ન્યુ.ફો.નેટવર્ક : PASS કન્વિનર હાર્દિક પટેલ આજે બપોરના ત્રણ વાગ્યાથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવા જઇ રહ્યો છે ત્યારે તેં પહેલા હાર્દિકે પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર અનેક પ્રહારો કર્યા હતા.ત્યારે ડે.મુખ્ય મંત્રી નીતિન પટેલે હાર્દિક ના ઉપવાસ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપતાં રાજકારણ ગરમાયુ છે.

એકબાજુ હાર્દિકે  ભાજપ સરકાર ઉપવાસ આંદોલનને રોકવા માટે અંગ્રેજ હુકુમતની જેમ ભાજ્પ વર્તી રહી હોવાનો આરોપ મુક્યો છે,તો બીજી બાજુ નીતિન પટેલે હાર્દિક ના આંદોલન ને સમાજ ને ગેર માર્ગે દોરવા નું કૃત્ય ગણાવતા પાટીદારો માં ભાજ્પ સામે રોષ ભભૂકી રહ્યો છે.બીજી બાજુ હાર્દીકે પોલીસ દ્ધારા કાર્યકરોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ મુક્યો છે.

હાર્દિકે દાવો કર્યો છે કે ઉપવાસ આંદોલનને પગલે સમગ્ર ગુજરાતમાંથી 16 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાર્દિકે કહ્યું હતું કે, ઉપવાસ આંદોલનમાં હાજર રહેવા માટે આવતા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના લોકોને રસ્તામાં રોકવામાં આવી રહ્યા છે.