Editorial Gujarat Politics

પરપ્રાંતીયો મુદ્દે Dy.CM નીતિન પટેલનું સ્ફોટક નિવેદન સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ

મો.ન્યુ.ફો.નેટવર્ક : તાજેતરમાં ગુજરાતમાં પરપ્રાંતીય મુદ્દે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પરપ્રાંતિયોની ગુજરાતમાંથી ઘરવાપસી ને કારણે રૂપાણી સરકાર પર ભારે દબાણ આવ્યું છે. ઉપરાંત મોદી પણ રૂપાણી સરકાર થી નારાજ છે, ત્યારે પરપ્રાંતીઓ ના મુદ્દે નીતિન પટેલ સામે ઠાકોર સેનાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તો બીજી બાજુ મીડિયા અહેવાલો મુજબ સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં યુપી બિહાર ના મજૂરોને કારણે ગુજરાતમાં ગરીબી વધી હોવાનું નીતિન પટેલ જણાવી રહ્યા છે, જેનો અહેવાલ ગુજરાતના એક અગ્રણી અખબારે પ્રગટ કર્યો છે.

આ મીડિયા અહેવાલ મુજબ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એવું નિવેદન કર્યું હતું કે બિહાર સહિતના પરપ્રાંતીઓને કારણે ગુજરાતમાં ગરીબી વધી છે અને બીપીએલ કાર્ડ વધ્યા છે. પરપ્રાંતીઓ ના વિરોધમાં કરેલું નિવેદન હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો છે. તેમજ નીતિન પટેલ ની મુશ્કેલીઓમાં વધારો થવાની સંભાવના છે.

ગુજરાતમાં હાલમાં 30 લાખથી વધુ ગરીબી રેખા નીચે જીવતા પરિવારો છે. ગરીબી ના આંકડાને લઇને અગાઉ પણ ભાજપ સરકાર ઘેરાઈ હતી. કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહે આક્ષેપ કર્યો છે કે વર્ષ 2015માં નીતિન પટેલે એવું નિવેદન કર્યું હતું કે ગુજરાતમાં યુપી-બિહારથી આવેલા પરપ્રાંતીઓને લીધે ગરીબોની સંખ્યા વધી છે.તેમણે એવું પણ કહ્યું હતું કે અમે તો તેઓને પણ બીપીએલ કાર્ડ આપીએ છીએ એ જ દર્શાવે છે કે નીતિન પટેલ પહેલેથી જ પરપ્રાંતીઓ ના વિરોધી રહ્યા છે

તો બીજી બાજુ પોતાના પક્ષના ડખા મુખ્યમંત્રી બનવાની ઘેલછા ને કારણે પરપ્રાંતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, વર્ગ વિગ્રહ કરાવવામાં આવી રહ્યો છે એવો આરોપ તાજેતરમાં જ ઠાકોર સેનાએ નીતિન પટેલ પર મૂક્યો હતો.

આ ઉપરાંત પરપ્રાંતીઓ પર થયેલા હુમલામાં અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના નો જ હાથ છે એવું નિવેદન કર્યા બાદ ઠાકોરો નીતિન પટેલ સામે પડ્યા હતા, અને સોશિયલ મીડિયામાં નીતિન પટેલ વિરુદ્ધ કોમેન્ટોનો મારો ચાલ્યો હતો.ત્યારે બનાસકાંઠામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સામે પોસ્ટર વોર શરૂ થયું છે. જેમાં જણાવાયું છે કે નીતિન પટેલ ઠાકોર સમાજની માફી માગે નહી તો સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે, એટલું જ નહીં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને બનાસકાંઠાના ગામડાઓમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

About the author

Editor

Featured