Dy.CM નીતિન પટેલ પર જૂતું ફેંકાવનાર ભાજપનો જ નેતા હોવાના ઘટસ્ફોટથી ખળભળાટ, જાણો-સમગ્ર હકીકત

0
1129
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપર પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જૂતું ફેંકાયું હતું જો કે આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના કેટલાક નેતાઓએ આ ઘટના માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી પરંતુ બહાર આવેલી ચોંકાવનારી હકીકતો મુજબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જૂતુ ફેક આવનાર વ્યક્તિ કોંગ્રેસી નહિ પરંતુ ભાજપી હોવાનો ખુલાસો થતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે…
                                                                  એટલું જ નહીં જુતૂ ફેંકાવનાર રશ્મિન પટેલ વર્ષ-2010થી 2013 દરમિયાન શિનોર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યો છે, જ્યારે તેની પત્ની 23-1-2012થી 6-2-2014 દરમિયાન શિનોરમાં સરપંચ હતી. એ સમયે તે ભાજપના સક્રિય કાર્યકર હતા. એમ પણ કહેવાય છે કે રશ્મિન પટેલ કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ(નિશાળિયા) જૂથના મનાતા હતા. રશ્મિન પટેલે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાનું સફળ કાવતરું પૂરું પાડવાનું કામ ભાજપના જ કોઇ મોટા માથાના ઇશારે કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે રશ્મિન પટેલ હાલ કોંગ્રેસના કાર્યકર હોવાનું જિલ્લા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે…..
                                                                  નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલનો ઘા કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવનાર શિનોરના રશ્મિન પટેલની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા જિલ્લા પોલીસ કહે છે કે ચપ્પલનો ઘા કરાવનાર સૂત્રધાર કોંગ્રેસનો કાર્યકર છે, જોકે શિનોર તાલુકા ભાજપ-પ્રમુખ કહે છે કે રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે અને ભાજપમાં હોદ્દાઓ પર પણ રહી ચૂક્યો છે. આમ, ડેપ્યુટી CM નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર ભાજપી નીકળ્યો છે. શિનોર તાલુકા ભાજપ-પ્રમુખ ચંદ્રવદન પટેલે મીડિયાને જણાવ્યું હતું કે રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે, અગાઉ તે શિનોર તાલુકા પંચાયતનો સભ્ય હતો. હમણાં સંગઠન પર્વ ચાલતું હતું ત્યારે પણ કાર્યકર તરીકે ફોર્મ ભર્યું હતું. તે બીજા કોઇ પક્ષમાં જોડાયો હોય એવું મારા ધ્યાનમાં નથી અને તેને સસ્પેન્ડ કર્યો હોય એવું પણ મારા ધ્યાનમાં નથી.