Gujarat Politics

Dy.CM નીતિન પટેલના ગઢ મહેસાણામાં ભાજપના કાર્યકરોએ બે વકીલો પર કર્યો હુમલો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : જેમ સરકારમાં વહીવટમાં પારદર્શકતા નથી એમ ચૂંટણી પણ પારદર્શક રહી નથી આજે ગુજરાતની ૨૬ બેઠકો ઉપર જ્યારે મતદાન થયું ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લુખ્ખા તત્વો એ આતંક મચાવી મતદારોને મતદાન નહીં કરવા માટે ધમકી આપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે ચૂંટણી પંચે હજુ સુધી એની સામે કોઇ પગલાં ભર્યા નથી તો બીજી બાજુ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલના ગઢમાં બોગસ મતદાન થતું હોવાની આશંકા એ તપાસ અર્થે ગયેલા કોંગ્રેસના બે કાર્યકરો કે જેઓ વ્યવસાયે વકીલ છે તેમના ઉપર ભાજપના કેટલાક લોકોએ હુમલો કર્યો હતો જેને લઇ આ કાર્યકરોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મળતી માહિતી મુજબ મહેસાણા લોકસભામાં કડી નજીક બોગસ મતદાન થતુ હોવાની વાતને લઇ કોંગ્રેસના બે વકીલો રજૂઆત અને તપાસ કરવા પહોંચ્યા હતા. આ દરમ્યાન બપોરે ત્રણ વાગ્યાના સુમારે સરેરાશ 40 થી 50 નું ટોળું નારાજ થઇ આક્રમક બન્યુ હતુ. જેમાં બંને વકીલોને પોલીસની હાજરીમાં ઢોર માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા. હુમલો કરનાર ટોળું ભાજપના કાર્યકરો હોવાનું  કોંગ્રેસના ઉમેદવારે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આ અંગે ફરિયાદ પણ આપવામાં આવી છે.જો કે ઘાયલ બે કાર્યકરો ને મહેસાણા સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા છે.

મહેસાણા કોંગ્રેસના લીગલ સેલના હર્ષદ રાવલ અને રાજકિશોર બારોટ કડી તાલુકાના કુંડાળ મતદાન મથકે પહોંચ્યા હતા. સ્થાનિક કોંગ્રેસી આગેવાનોએ બોગસ મતદાન થતુ હોવાની વાત કરતા બંને વકીલ સ્પષ્ટતા કરવા અને જરૂર જણાય તો રજૂઆત કરવા ગયા હતા. જોકે, મતદાન મથકે પહોંચે તે પહેલા જ સરેરાશ ૪૦ થી પ૦ ના ટોળું બંને વકીલો ઉપર તુટી પડયુ હતુ. મતદાન મથકે મુકેલી કારને તોડી બંને વકીલો ઉપર પોલીસની હાજરીમાં હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે.

વધુ ઇજાગ્રસ્ત થાય તે પહેલા જ બંને વકીલોએ સુરક્ષાને ધ્યાને લઇ રજૂઆત બાજુ પર રાખી મહેસાણા તરફ રવાના કર્યુ હતુ. જયાં પૂર્વ જીલ્લા કોંગ્રેસ પમુખ કિર્તિસિંહ ઝાલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઇ જઇ પોલીસ ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, નિતિન પટેલના ગઢમાં બોગસ મતદાનની સ્પષ્ટતા માટે ગયેલા કોંગી વકીલો ઉપર ભાજપના કાર્યકરો ઘ્વારા હુમલો થતાં ચકચાર મચી ગઇ છે.

About the author

Editor